For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેવી સીલમાં કામ કરી ચૂકેલો જવાન બની ગયો મહિલા

|
Google Oneindia Gujarati News

kristin-beck
વોશિંગટન, 5 જૂનઃ વિશ્વના ખૂંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનનો ખાતમો બોલાવનારી અમેરિકન નેવી સીલમાંથી નિવૃત થઇ ચૂકેલા જવાને એક પુસ્તક લખ્યું છે કે કેવી રીતે તેણે મહિલા બનતા પહેલા 20 વર્ષ સુધી સ્ક્વોડમાં પુરુષના રૂપમાં કામ કર્યું. વિશ્વની પ્રતિષ્ઠિત સેનાની એક સીલનો હિસ્સો હતા ત્યારના ક્રિસ બેક અને લિંગ પરિવર્તન બાદ આજે ક્રિસ્ટિન બેક બન્યા બાદ આ પુસ્તકનું નામ તેમણે 'ધ વોરિયર પ્રિન્સેસ' આપ્યું છે.

જ્યારે ક્રિસ્ટિન બેક નેવી સીલમાં હતી ત્યારે તેને ક્રિસ બેકના નામે બોલાવવામા આવતી હતી. મે 2011માં લાદેનના ખાતમાના 6 મહિના પહેલા તે રિટાયર થઇ ગયા. રિટાયર થયા પછી તેમણે પોતાનું લિંગ પરિવર્તન કરાવી લીધું હતું અને તે ક્રિસમાંતી ક્રિસ્ટિન બની ગયા.

સેનામાં કામ કરતી વખતે બેકને 7 યુદ્ધ ક્ષેત્રો સહિત 13 સ્થાનો પર તૈનાત કરવામાં આવ્યો. આ દરમિયાન તેણે પર્પલ હાઇ અને બ્રોન્ઝ સ્ટાર પણ જીત્યા. હવે બેકે લેખક અને પ્રોફેસર એની સ્પેકહાર્ડની મદદથી ' ધ વોરિયર પ્રિન્સેસ' નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે સેનામાં સેંકડો પુરુષો વચ્ચે રહેવું અને સાથે જ મહિલા જેવી અનુભૂતિ કરવી કેવું હોય છે.

આ પુસ્તકમાં તેમણે એ પણ જણાવ્યું છે કે તેણે શા માટે પોતાનું લિંગ પરિવર્તન કરાવવાની જરૂર પડી. પુસ્તકના લેખક લખે છે કે ક્રિશ હંમેશાથી મહિલા બનવા ઇચ્છતો હતો અને તેને અનુભવ થતો હતો કે તે મહિલા છે અને તેણે નાનપણમાં જ પોતાની ઓળખ કરી લીધી હતી. આ પુસ્તક ગત સપ્તાહે જારી કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, અમેરિકન સેનામાં ટ્રાન્સજેન્ડર કામ કરી શકે નહીં, પરંતુ સમલૈગિકો માટે આ નિયમ નથી અને તે સેનામાં પોતાની સેવા આપી શકે છે.

English summary
A former US Navy SEAL has come out and revealed she is now living life like a woman in her new book.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X