Earthquake: રશિયામાં 7.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, સુનામીની ચેતવણી
Earthquake in Russia: રશિયામાં એક જ કલાકમાં પાંચ વખત ભયાવહ ભૂકંપ આવ્યો છે. જેની તીવ્રતા 6.6 થી 7.4ની વચ્ચે નોંધાઈ હતી. સૌથી મોટો ભૂકંપનો આંચકો 7.4ની તીવ્રતાનો હતો. ત્યારબાદ રશિયાના તટીય વિસ્તારોમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું હતું.

ભૂંકપથી અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ આવ્યા નથી. સ્થાનિક વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તીવ્ર ભૂકંપના કારણે પ્રવૃત્તિને પગલે, પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ કામચાટકા પેસિફિક માટે 'સુનામી'નું એલર્ટ જાહેર કર્યું છે. USGS એ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કીથી M 7.4 - 144 કિમી પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ભૂંકપના 5 મોટા આંચકા
5 મોટા ભૂકંપના ઝાટકા પેટ્રોપાવલોત્સ્ક-કામચાત્સકી શહેરના પૂર્વ હિસ્સામાં જ અનુભવયા છે. જેમાં પહેલો આંચકો 6.6ની તીવ્રતાનો હતો, જે શહેરના 147 કિમી પૂર્વમાં આવ્યો હતો. 151 કિમી પૂર્વમાં 6.7ની તીવ્રતાનો બીજો આંચકો, ત્રીજો અને સૌથી શક્તિશાળી ભૂકંપ 7.4 તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ચોથો આંચકો 130 કિમી પૂર્વમાં 6.7 ની તીવ્રતાનો રહ્યો હતો. જ્યારે પાંચમો આંચકો 142 કિમી પૂર્વમાં 7.0 તીવ્રતાનો નોંધાયો હતો. પેસિફિક અને નોર્થ અમેરિકન ટેક્ટોનિક પ્લેટ્સમાં ઘર્ષણ વધ્યું છે. જેથી ભૂકંપ અને સુનામીની ભીતિ સર્જાઈ છે. હજુ રશિયામાં આફ્ટરશોટ આવવાની આગાહી પણ કરી છે.
સુનામીની ચેતવણી
ભૂકંપ બાદની સ્થિતિનું અવલોકન કર્યા બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી છે. અમેરિકી સુનામી કેન્દ્રે હવાઇ અને રશિયા દેશને સુનામીની ચેતવણી આપી છે. અધિકારીઓના જણાવ્યુ મુજબ, સમુદ્રની અંદર ભૂકંપના કારણે સુનામી જેવી લહેરો ઉઠી શકે છે. આ સ્થિતિ પર અધિકારીઓની નજર છે. તો સાથે જ સ્થાનિક તંત્ર પણ આ મામલે એલર્ટ હોવાનું સામે આવ્યુ છે.












Click it and Unblock the Notifications
