2 આદિવાસી મહિલાઓ પાકિસ્તાનમાં પ્રથમ વાર ચુંટણી લડશે

જોકે ખબર પખ્તૂનખ્વામાં રાજકારણમાં ભાગ લેનાર મહીલાઓની સંખ્યા વધી રહી છે જો કે રૂઢિવાદી કબીલાઇ વિસ્તારમાં મહિલાઓએ ચુંટણીમાં ભાગ લીધો હોવાના સમાચાર આજ સુધી સામે આવ્યાં નથી. આ વિસ્તારમાં કેટલાક આતંકવાદી સંગઠનો સક્રિય છે.
ઇતિહાસ કહે છે કે કેટલાક કબીલાઓએ કબીલાઇ વિસ્તારમાં મહિલાઓને ચુંટણીમાં ભાગ લેવા માટે રોકી રાખી છે. બાજૌર એજન્સીના ચૂંટણી અધિકારી અસદ સરવરે જણાવ્યું હતું કે બાદામ જરીએ નેશનલ એસેમ્બલી માટે 44 નંબરની સીટ પરથી નામાંકન પત્ર ભર્યું છે. સંસદના નિચલા ગૃહમાં બાજૌર એજન્સીની બે સીટો છે.
બાદામ જરીએ કહ્યું હતું કે કબીલાઇ મહીલાઓના કલ્યાણની દિશામાં કામ કરવા માટ ચુંટણી લડી રહી છે. તેમને ડોન સમાચાર પત્રને જણાવ્યું હતું કે હું કબીલાઇ વિસ્તારમાં ખાસ કરીને બાજૌર એજન્સીમાં મહિલાના કલ્યાણ માટે કામ કરવા માંગું છું. તેમને કહ્યું હતું કે કબીલાઇ વિસ્તારના કોઇ સાંસદે આજ સુધી નેશનલ એસેમ્બલીમાં મહિલાઓના મુદ્દા ઉઠાવ્યા નથી.












Click it and Unblock the Notifications
