Trump assassination attempt : કોણ હતો ટ્રમ્પ પર ફાયરિંગ કરનારો શુટર મૈથ્યુ? જાણો શું કહ્યું FBI એ?
Trump Assassination Attempt : અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી વચ્ચે ટ્રમ્પ પર હુમલાએ હંગામો મચાવ્યો છે. હવે એફબીઆઈએ આ હુમલો કરનારાની ઓળખ કરી લીધી છે.
અહેવાલો અનુસાર, અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ આ વ્યક્તિની ઓળખ કરી લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરનાર બંદૂકધારીની ઓળખ 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે થઈ છે.

પેન્સિલવેનિયાના થોમસ મેથ્યુઝે પિટ્સબર્ગ બહાર બટલરમાં એક આઉટડોર રેલીમાં ફાયરિંગ કર્યુ, જેમાં એક ટ્રમ્પના કાન પર વાગી. સૂત્રો અનુસાર, બટલર ફાર્મ શોગ્રાઉન્ડમાં સ્ટેજથી 130 યાર્ડથી થોડે દૂર છત પર ક્રુક્સ હતો. ફાયરિંગ બાદ તેને સિક્રેટ સર્વિસ સ્નાઈપર્સે ઢેર કરી દીધો. બાદમાં તેની પાસેથી એક એઆર-સ્ટાઈલ રાઈફલ મળી આવી.
સીએનએનના અહેવાલો અનુસાર, હુમલાખોર સ્નાઈપર હતો, જે ટ્રમ્પની રેલીની નજીક એક ઈમારતની છત પર હાજર હતો.
બીબીસીએ એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને કહ્યું કે, તેણે બંદૂકધારીને છત પર ચડતો જોયો અને પોલીસને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ સાક્ષીએ કહ્યું કે, અમે આ વ્યક્તિને અમારી બાજુની બિલ્ડીંગની છત પર રીંછની જેમ ક્રોલ કરતા જોયો હતો, જે અમારાથી લગભગ 50 ફૂટ દૂર હતો
અહેવાલો અનુસાર, તમામ માહિતી એકત્ર કર્યા પછી એફબીઆઈ એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને આરોપી હુમલાખોર વિશે વધુ માહિતી શેર કરશે.
આ સિવાય અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ જો બાઈડને તેમના સ્ટાફને કહ્યું છે કે તેઓ આ મામલાની સંપૂર્ણ માહિતી આપવામાં આવે કે તરત જ તેઓ રાષ્ટ્રને સંબોધિત કરવા માંગે છે. બાઈડને આ હુમલાની નિંદા કરી છે.












Click it and Unblock the Notifications
