For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર્યકાળ ખતમ થતા પહેલાં તેજીથી ફેસલા લઈ રહ્યા છે ટ્રમ્પ, હવે વીજા પ્રતિબંધની અવધી વધારી

કાર્યકાળ ખતમ થતા પહેલાં તેજીથી ફેસલો લઈ રહ્યા છે ટ્રમ્પ, હવે વીજા પ્રતિબંધની અવધી વધારી

|
Google Oneindia Gujarati News

US Visa Ban: અમેરિકામાં આ વર્ષે પ્રેસિડેન્શિયલ ચૂંટણી થઈ હતી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હારનો સામનો કરવો પડ્યો. હવે જાન્યુઆરીમાં જો બિડેન અમેરિકાના પ્રેસિડેન્ટના રૂપમાં શપથ લેશે, પરંતુ ત્યાં સુધી ટ્રમ્પ પાસે જ સત્તા રહેશે. એવામાં તેઓ પોતાના કાર્યકાળના અંતિમ સમયમાં નવા નવા નિયમો ફટાફટ લાગૂ કરી રહ્યા છે. બુધવારે પ્રેસિડેન્ટ ટ્રમ્પે એવા દેશો પર લાગૂ વીજા પ્રતિબંધની અવધી વધારી દીધી છે, અમેરિકામાં કાયદાઓનું ઉલ્લંઘન કરનારા પોતાના નાગરિકોને પરત બોલાવવાનો ઈનકાર કરી દીધો.

donald trump

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

જણાવી દઈએ કે પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ વર્ષે એપ્રિલમાં એક આદેશ જાહેર કર્યો હતો. જેમાં કેટલાય દેશોના વિદેશ મંત્રી અને ગૃહ સુરક્ષા મંત્રીને અમેરિકી કાયદાઓનુ ઉલ્લંઘન કર્યો હોય તેવા નાગરિકોને પાછા બોલાવવા કહેવામાં આવ્યું. જે બાદ પણ કેટલાય દેશે પોતાના નાગરિકોને પરત ના બોલાવ્યા. જેના પર અમેરિકી સરકારે એવા દેશો પર વીજા પ્રતિબંધ લગાવી દીધા. હવે આ સંબંધમાં ફરીથી આદેશ જાહેર કરતાં ટ્રમ્પે કહ્યું કે 10 એપ્રિલે જાહેર કરાયેલ પ્રતિબંધ ત્યાં સુધી જ લાગૂ રહેશે જ્યાં સુધી પ્રેસિડેન્ટ તેને રદ્દ ના કરી દે. તેમણે આની પાછળ કોરોના મહામારીનો હવાલો આપ્યો છે.

તિબેટને લઈને પણ બનાવી હતી પૉલિસી

કાર્યકાળના અંતિમ દિવસોમાં ટ્રમ્પ ઘણા સક્રિય છે. હાલમાં જ તિબેટમાં દલાઈ લામા ચૂંટવાની પ્રક્રિયામાં ચીની સરકારની ખલેલનો તેમણે સખત વિરોધ કર્યો હતો. સાથે જ બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુની પસંદગીમાં ચીની હસ્તક્ષેપને રોકવા માટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નવી તિબેટ નીતિને મંજૂરી આપી દીધી છે. આ કાયદો બનાવવા માટે તિબેટે અમેરિકાના પ્રેસિડેન્ટનો આભાર વ્યક્ત કર્યો છે.

English summary
Trump is making hasty decisions before his term expires, now extends visa ban
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X