For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Elections 2020: ભારત માટે ઠીક નથી જો બિડેન, ચીનના જોખમને સમજવુ પડશેઃ ટ્રમ્પ જુનિયર

ટ્રમ્પ જુનિયરે કહ્યુ કે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન ભારત માટે ઠીક નથી

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે કહ્યુ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના પિતા વચ્ચે ખૂબ જ સારા સંબંધ છે જેનાથી ભવિષ્યમાં બંને દેશોને લાભ થશે. તેમણે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરીને કહ્યુ, મારા પિતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંબંધ અવિશ્વસનીય છે. જેનાથી બંને દેશોને ભવિષ્યમાં લાભ થશે. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે પોતાના પિતાના ભારત પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે અમુક મહિના પહેલા ભારતમાં જે રીતે તેમના પિતાનુ સ્વાગત કરવામાં આવ્યુ, તે તેમને ખૂબ જ સારુ લાગ્યુ.'

જો બિડેન ભારત માટે ઠીક નથી

જો બિડેન ભારત માટે ઠીક નથી

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે આ વાત ન્યૂયોર્કમાં એક પત્રકાર સંમેલન દરમિયાન કહી. આ સાથે જ તેમણે કહ્યુ કે, 'ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન ભારત માટે ઠીક નથી કારણકે ચીન પ્રત્યે તેમનુ વલણ નરમ હોઈ શકે છે. તેમણે પોતાના પુસ્તક લિબરલ પ્રિવિલેજની સફળતાની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં આગળ કહ્યુ કે આપણે ચીનના જોખમને સમજવુ પડશે અને તેને કદાચ ભારતીય-અમેરિકનોથી વધુ સારી રીતે કોઈ નથી જાણતુ.'

બિડેનના પરિવાર સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો ઉલ્લેખ

બિડેનના પરિવાર સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો ઉલ્લેખ

તમને જણાવી દઈએ કે 42 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પોતાના 74 વર્ષીય પિતા ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ માટે પ્રચાર અભિયાનનુ નેતૃત્વ કરી રહ્યા છે. અમેરિકામાં ત્રણ નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. ટ્રમ્પ જુનિયરના પુસ્તકમાં 77 વર્ષના જે બિડેનના પરિવાર સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો ઉલ્લેખ છે. ખાસ કરીને તેમના દીકરી હંટર બિડેન સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો.

બિડેનને ખરીદી શકાય છે

બિડેનને ખરીદી શકાય છે

તેઓ આગળ કહે છે, 'જ્યારે તમે આ દોડમાં અમારા વિરોધીઓને જુઓ છો.. તમને લાગે છે કે ચીનીએ હંટર બિડેનને 1.5 બિલિયન અમેરિકી ડૉલર કેમ આપ્યા...કારણકે તે એક મોટા બિઝનેસમેન છે અથવા પછી તે એ વાત જાણે છે કે બિડેનને ખરીદી શકાય છે અને એટલા માટે ચીન પ્રત્યે તેમનુ નરમ વલણ છે.' ટ્રમ્પ જુનિયરનો ઈશારો બિડેન પરિવાર સામે હાલમાં જ ન્યૂયોર્ક પોસ્ટમાં લાગેલા ભ્રષ્ટાચારના આરોપોના ખુલાસા તરફ હતો. જો કે બિડેને પોતાની સામે લાગેલા બધા આરોપોને ફગાવી દીધા છે. ટ્રમ્પ જુનિયરે એ પણ કહ્યુ કે ના તો બિડેન પરિવાર અને ના તેમના કેમ્પેને ધ ન્યૂયોર્ક ટાઈમ્સ પોસ્ટ દ્વારા કરેલા આરોપો અને ઈ-મેલ સામે કોઈ નિવેદન જારી કર્યુ છે.

ઈમરતી દેવી પર કમલનાથની ટિપ્પણીથી શરૂ થઈ રાજકીય ધમાલઈમરતી દેવી પર કમલનાથની ટિપ્પણીથી શરૂ થઈ રાજકીય ધમાલ

English summary
Trump junior said Joe Biden is not good for India he could be soft on china.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X