દોસ્તી વધારવા માટે પાકિસ્તાનના લોકો હવે ચીની ભાષામાં વાત કરશે
પાકિસ્તાન-ચાઈના ઇન્સ્ટિટ્યૂટ તરફથી ચીની ભાષા માટે ક્લાસિસ અધિકારીક રીતે લોન્ચ કરી દેવામાં આવી છે.
પાકિસ્તાન-ચાઈના ઇન્સ્ટિટ્યૂટ તરફથી ચીની ભાષા માટે ક્લાસિસ અધિકારીક રીતે લોન્ચ કરી દેવામાં આવી છે. સોમવારે શરૂ થયેલી ક્લાસીસનો મુખ્ય ઉદેશ પાકિસ્તાનના વ્યવસાય અને બીજા પ્રોફેશનલને સારી તક મળે જેથી તેઓ ચીનમાં બિઝનેસ કરી શકે. આ પહેલા પણ આવી ખબરો આવી હતી કે પાકિસ્તાને પોતાને ત્યાં ચીની ભાષાને અધિકારીક ભાષાનો દરજ્જો આપ્યો છે. પરંતુ પાકિસ્તાનના એક મંત્રી તરફથી જે નિવેદન આવ્યું છે તેના મુજબ પાકિસ્તાનમાં ખાલી ચીની ક્લાસીસ જ શરૂ કરવામાં આવ્યું છે.

8 વર્ષ પહેલા સ્કૂલોમાં શરૂ થયો હતો કોર્સ
આ ભાષાના લોન્ચ થવાના સમયે કાર્યક્રમમાં પાકિસ્તાની સેનેટ ચેરમેન મિયાં રઝા રબ્બાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ખુબ જ ખુશી છે કે દેશમાં હવે ચીની ભાષા પણ શીખવા મળશે. રબ્બાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેનાથી બંને દેશો વચ્ચે સંબંધ વધુ મજબૂત બનશે. તેમને જણાવ્યું કે આ પગલાંથી રણનૈતિક અને આર્થિક સંબંધ વધુ મજબૂત બનશે.
મિત્રતા વધુ ગાઢ
રબ્બાની ના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં ચીની ભાષા તેમની મિત્રતા વધુ ગાઢ બનાવશે. પાકિસ્તાન ચાઈના ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ મુશાહીદ્દીન હુશેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચીની ભાષા આવવાથી બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક વધશે. પાકિસ્તાનમાં ચીનના રાજદૂત યાઓ ઝિંગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાષા એકબીજા સાથે જોડાવવા માટેનું સાધન છે. પાકિસ્તાનમાં ચીની ભાષા કલાસીસ આવી જવાથી પાકિસ્તાન અને ચીન વચ્ચે સહયોગ વધશે. એટલું જ નહીં પરંતુ બંને દેશો વચ્ચે ભાષાની સમસ્યા દૂર થઇ જશે અને તેઓ એકબીજાની સંસ્કૃતિને સમજી શકશે. પાકિસ્તાનની સ્કૂલોમાં ચીની ભાષા 8 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે આ ભાષા બિઝનેસમેન, ટીચર અને બીજા લોકો માટે લોન્ચ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
