Tsunami Alert : દરિયામાં આવ્યો 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Tsunami Alert : અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અલાસ્કા દ્વીપકલ્પ પ્રદેશમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિકટલ સ્કેલ પર 7.4ની માપવામાં આવી હતી. આ સાથે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
સમચાર એજન્સી રોઇટર્સના અહેવાલ અનુસાર, 7.4 ની તીવ્રતાવાળા ભૂકંપને ખૂબ જ ગંભીર માનવામાં આવે છે અને તેનાથી ઘણું નુકસાન થઈ શકે છે. આવા ભૂકંપમાં ઈમારતો ધરાશાયી થાય છે અને જાન-માલનું ભારે નુકસાન થઈ શકે છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા
- 0 થી 1.9 સિસ્મોગ્રાફ સુધીની માહિતી ઉપલબ્ધ છે
- 2 થી 2.9 બહુ ઓછા કંપન જોવા મળે છે
- 3 થી 3.9 ભારે વાહન પસાર થયું હોય તેવું લાગે છે
- 4 થી 4.9 ઘરમાં રાખેલો સામાન પોતાની જગ્યાએથી નીચે પડી શકે છે.
- 5 થી 5.9 ભારે વસ્તુઓ અને ફર્નિચર પણ ખસેડી શકે છે
- 6 થી 6.9 બિલ્ડિંગના પાયામાં તિરાડ પડી શકે છે
- 7 થી 7.9 ઇમારતો પડી શકે છે
- 8 થી 8.9 સુનામીનું જોખમ, સૌથી વધુ વિનાશ
- 9 કે તેથી વધુ ખરાબ આપત્તિ, પૃથ્વીનું કંપન સ્પષ્ટપણે અનુભવાશે












Click it and Unblock the Notifications
