પાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, સુનામીનો ખતરો

પાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, સુનામીનો ખતરો

સિડનીઃ પાપુઆ ન્યૂ ગિનીમાં આજે ભૂકંપના તેજ ઝાટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.0 નોંધાઈ છે, જે બાદ અહીં સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ચેતવણી આપી દીધી છે કે કેટલાક દ્વિપ પર સુનામી આવી શકે છે. સમુદ્રમાં સુનામીની નાની લહેરો ઉઠી રહી છે. સુનામીનો સૌથી વધુ ખતરો પીએનજી, સોલોમન દ્વીપ પર છે. ચેતાવણીમાં કહેવામાં આવ્યું છે કે હજુ સુધી ભૂકંપથી થયેલ નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ આવા પ્રકારના ભૂકંપના ઝાટકા રાજધાની સુધી પહોંચતા કેટલાય કલાકો લે છે.

earthquake

પીએનજી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑફિસ તરફથી કહેવામાં આ્યું છે કે ભૂકંપના તેઝ ઝાટકા અનુભવાયા છે, જો કે સુનામી વિશે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી નથી. પાપુઆ ન્યૂ ગિનીમાં આવેલ ભૂકંપનું કેન્દ્ર કિમ્બ્રે શહેરથી 125 કિમી દૂર હતું. યૂએસ જિયોલોજિકલ સર્વે મુજબ સમુદ્રથી 40 કિમીની ઉંડાણમાં ભૂકંપના બે ઝાટકા અનુભવાયા હતા. સાથે જ એ વાતની પણ ચેતવણી આપવામાં આવી છ કે સુનામીથી ભારે તબાહી મચી શકે છે.

ઉલ્લેખનીય છે કે ભૂકંપ બાદ સુનામીની ચેતવણીને પગલે સમગ્ર શહેરમાં અફર-તફરીનો માહોલ સર્જાયો છે. કુદરત ત્રાહિમામ થતાં લોકોમાં ભયનો માહોલ છે. જો કે ભૂકંપને પગલે હજુ સુધી કોઈપણ પ્રકારના જાનમાલની હાનીના અહેવાલ મળ્યા નથી. પણ સુનામી આવે તો ભારે નુકસાન થઈ શકે તેવી આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો- અમદાવાદઃ વિજય રૂપાણીએ વાઈબ્રન્ટ નવરાત્રીનું ઉદ્ઘાટન કર્યું

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X