Turkey Earthquake : તુર્કીએમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ, મૃત્યુઆંક 34000ને પાર
Turkey Earthquake : તુર્કીએએમાં રવિવારના રોજ ફરીથી 4.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉલ્લેખનીય છે કે, તુર્કીએએ અને સીરિયામાં ગયા સોમવારના વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક 34,000 ને વટાવી ગયો છે.
Turkey Earthquake : સતત ભૂકંપ આવવાને કારણે સમગ્ર દુનિયાની નજર હાલ તુર્કીએ (તુર્કી) પર અટકેલી છે. આ વચ્ચે તુર્કીએમાં રવિવારની મોડી રાત્રે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 મપાઇ હતી. આ ભૂકંપ તુર્કીએના દક્ષિણ-પૂર્વ વિસ્તાર કહરામનમરાસમાં અનુભવાયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ભૂકંપનું કેન્દ્ર કહરામનરાસથી 24 કિલોમીટર દૂર નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 6 ફેબ્રુઆરીના રોજ તુર્કીએ (Turkey Earthquake) અને સીરિયામાં 7.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. એકાદ-બે દિવસ બાદ પણ અનેક વખત હળવા આંચકા અનુભવાયા હતા. તુર્કીએ અને સીરિયામાં ગયા સોમવારના વિનાશક ભૂકંપથી અત્યાર સુધીમાં 34,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો ઘાયલ થયા છે, એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુર્કીએએમાં રવિવારના રોજ આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 29,605 થઈ ગયો છે. જ્યારે અહીં કુલ 4,574 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં સીરિયાના ઉત્તર-પશ્ચિમમાં બળવાખોરોના કબ્જામાં આવેલા વિસ્તારોમાં 2,168 લોકોના મોતનો સમાવેશ થાય છે.
તુર્કીએના દસ પ્રાંતોમાં આવેલા ભૂકંપના કારણે 25 હજારથી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે હજૂ પણ કાટમાળમાં 10,000થી વધુ મૃતદેહો હોય શકે છે. આ સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સહિત ઘણી નિષ્ણાત સંસ્થાઓએ પણ અંદાજ લગાવ્યો છે કે, મૃતકોની કુલ સંખ્યા 50 હજારથી વધુ હોય શકે છે. નિષ્ણાતોની સાથે, તુર્કીએના મોટાભાગના લોકો પણ માને છે કે, ભૂકંપના કારણે વ્યાપક વિનાશનું કારણ વાસ્તવમાં નબળા બાંધકામ છે. જો સરકારે સમયસર પગલાં લીધા હોત તો ભૂકંપમાં નુકસાન થયું હોત, પરંતુ જે પ્રકારનો વિનાશ થયો છે, તે ટાળી શકાયો હોત.
આ દરમિયાન તુર્કીએ સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંત હેતાયમાં હતાય એરપોર્ટ (Hatay Airport) ની કામગીરી ફરી શરૂ કરી છે. તુર્કીએના પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રાલય દ્વારા પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તસવીરો શેર કરી અને લખ્યું હતું કે, અમે તરત જ હતાય એરપોર્ટના રનવેનું સમારકામ શરૂ કરી દીધું હતું.
તુર્કીએના આરોગ્ય પ્રધાન ફહરેટિન કોકાના જણાવ્યા અનુસાર, રવિવારના વિનાશક ભૂકંપના 108 કલાક બાદ, બચાવકર્તાઓએ તુર્કીએના હતાય પ્રાંતમાં એક ઇમારતના કાટમાળમાંથી બે મહિનાના બાળકને ચમત્કારિક રીતે જીવતો બહાર કાઢ્યો હતો. યુએનના રાહત વડા માર્ટિન ગ્રિફિથ્સે આ સપ્તાહની શરૂઆતમાં દક્ષિણ તુર્કીએએ અને ઉત્તર-પશ્ચિમ સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપને સદીમાં સૌથી ખરાબ ભૂંકપ ગણાવ્યો છે.

130 થી વધુ કોન્ટ્રાક્ટર્સ હલકી ગુણવત્તાવાળા બિલ્ડિંગ બનાવવા બદલ ધરપકડ
તુર્કીએમાં નબળી ઇમારતો બનાવવા બદલ 130 થી વધુ કોન્ટ્રાક્ટર્સની ધરપકડ કરવામાં આવી છે. તુર્કીએના વાઇસ પ્રેસિડેન્ટ ફુઆત ઓક્ટેએજણાવ્યું હતું કે, શનિવારના રોજ 131 બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાંથી 130ની રવિવારબપોર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે.
આ તમામ કોન્ટ્રાક્ટર્સ પર તુર્કીએએના અલગ-અલગ શહેરોમાં નબળી ઇમારતો બનાવવાનોઆરોપ છે. સોમવારના રોજ આવેલા ભૂકંપમાં તેમના દ્વારા બનાવવામાં આવેલી મોટાભાગની ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી.

મકાન નિયમોનું ઉલ્લંઘન
બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોડ તુર્કીએમાં અમલમાં છે. આ અંતર્ગત થવાના બાંધકામો, તેના નિયમો અનુસાર, ઇમારતોને ભૂકંપપ્રૂફ બનાવવીફરજિયાત છે, પરંતુ નિયમોને નેવે મૂકીને, તુર્કીએએમાં આવી લાખો ઇમારતો બનાવવામાં આવી છે, જેનું બાંધકામ ખૂબ જ નબળું છે.
તુર્કીએના કાયદા મંત્રાલયના આદેશ પર, પબ્લિક પ્રોસિક્યુટર્સે ઇમારતોના નબળા બાંધકામના પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે.
તુર્કીએનાકાયદા મંત્રીએ શનિવારના રોજ આ મામલે ગુનાહિત તપાસનો આદેશ આપ્યો હતો. આ અંતર્ગત બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોડનું ઉલ્લંઘન કરીનેનબળા બાંધકામ માટે જવાબદાર તમામ લોકોને સજા કરવામાં આવશે.

અર્દુઆનની મુશ્કેલીઓ વધશે
ભૂકંપના કારણે તુર્કીએના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દુઆનને લોકોના રોષનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે તુર્કીએમાં રાષ્ટ્રપતિની ચૂંટણીપણ યોજાવાની છે.
તુર્કીએ પહેલેથી જ ઊંચા ફુગાવા અને નબળી અર્થવ્યવસ્થા સાથે સંઘર્ષ કરી રહ્યું છે. આ પછી હવે ભૂકંપના કારણે સ્થિતિવધુ ખરાબ થઈ ગઈ છે.

ભારતીયનો મૃતદેહ લાવવાની તૈયારી
તુર્કીએમાં ભારતના રાજદૂત વીરેન્દ્ર પોલે જણાવ્યું હતું કે, ભૂકંપના કારણે જીવ ગુમાવનાર ભારતીયના મૃતદેહને મોકલવાની પ્રક્રિયા શરૂ કરીદેવામાં આવી છે. મૃતક વિજય કુમાર ઉત્તરાખંડના કોટદ્વારનો રહેવાસી હતો. તે બિઝનેસ માટે તુર્કીએ આવ્યો હતો અને હોટલમાં રોકાયો હતો.

7મું ઓપરેશન દોસ્ત વિમાન રાહત સામગ્રી સાથે સીરિયા પહોંચ્યું
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, ભારતે રવિવારના રોજ ઓપરેશન દોસ્ત હેઠળ રાહત સામગ્રીથી ભરેલું સાતમુંવિમાન મોકલ્યું હતું. વિમાન સીરિયાના દમાસ્કસ પહોંચ્યું હતું.
વિમાનમાં 35 ટનથી વધુ રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. ભારતેઅત્યાર સુધીમાં 200 ટનથી વધુ રાહત સામગ્રી અને 250 થી વધુ બચાવ કર્મચારીઓ તુર્કીએ અને સીરિયા મોકલ્યા છે.
ઇસ્કંદરનમાંસ્થાપિત ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 200 થી વધુ ઘાયલોની સારવાર કરવામાં આવી છે. આ સિવાય NDRFનીટીમે કાટમાળમાંથી સેંકડો લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.

જર્મનીએ બચાવ કામગીરી બંધ કરી
જર્મનીએ સુરક્ષા કારણોસર શનિવારના રોજ તુર્કીએમાં બચાવ કામગીરી બંધ કરી દીધી હતી. જર્મનીનું કહેવું છે કે, અહીં લોકોના જૂથો વચ્ચેહિંસક અથડામણ થઈ રહી છે, આવી સ્થિતિમાં તેમની સુરક્ષા માટે ખતરો છે, તેથી તેઓ ઓપરેશન ચાલુ રાખી શકે નહીં.
જર્મનીના ગિઝેમેજણાવ્યું હતું કે, તે સાનલિઉર્ફામાં બચાવ કાર્યમાં વ્યસ્ત છે, જ્યાં તેની સામે લૂંટના ઘણા કિસ્સાઓ બન્યા છે.












Click it and Unblock the Notifications
