Turkey Earthquake: ભારતીય સેનાએ દેવદૂત બની 6 વર્ષની બાળકીને બચાવી, Video વાયરલ
તુર્કીના ભૂકંપગ્રસ્ત વિસ્તારની તસવીરમાં એક તુર્કી મહિલા ભારતીય સેનાની મહિલા અધિકારીને ગળે લગાડતી અને ચુંબન કરતી જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર આ ફોટો વાયરલ થઈ રહ્યો છે.
Turkey Earthquake: તુર્કી ભૂકંપના ભયાનક અને હ્રદયદ્રાવક દ્રશ્યો જોઈને દુનિયામાં સહુ કોઈની આંખો ભીની છે. હજુ પણ કાટમાળ નીચેથી લોકો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે.ક્યાંક પોતાની વ્યક્તિ જીવતી મળી જાય, એ આશા સાથે ખંડેરમાંથી જીવતા લોકોને કાઢવાનુ કામ ચાલુ છે. ભારત સહિત દુનિયાના ઘણા દેશો બધા મનદુઃખ ભૂલીને તુર્કી અને સીરિયાની મદદ કરી રહ્યા છે. ભારતે આ બંને દેશોના લોકોને બચાવવા માટે 'ઑપરેશન દોસ્ત' ચલાવ્યુ છે. ભારતીય સેનાના જવાન લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં લાગી ગયા છે.

ભારતીય ટીમે 6 વર્ષની બાળકીને બચાવી
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ ભારતીય સેનાએ ભૂકંપ પીડિતોની મદદ માટે અસરગ્રસ્ત વિસ્તારોની નજીક ડિઝાસ્ટર રિલીફ ટીમ અને આર્મી ફિલ્ડ હૉસ્પિટલોની વ્યવસ્થા કરી છે. અહીં ભારતીય ટીમે 6 વર્ષની બાળકીને પણ બચાવી છે. રાહત અને બચાવ કાર્યનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતની રેસ્ક્યુ ટીમ સંવેદનશીલ વિસ્તારમાં ભૂકંપ પીડિતોની મદદ કરી રહી છે. આ દરમિયાન છ વર્ષની બાળકીને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.

ભૂકંપ પીડિતોની મદદ કરવા પહોંચ્યા ભારતીય દેવદૂત
ગૃહ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ (@PIBHomeAffairs) પર શેર કરવામાં આવેલા વીડિયો સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે કુદરતી આફતના આવા મુશ્કેલ સમયમાં ભારત તુર્કીની સાથે ઊભુ છે. ભારતનુ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ - @NDRFHQ ગ્રાઉન્ડ ઝીરો પર બચાવ અને રાહત કામગીરી કરી રહ્યુ છે.
|
ધાબળામાં લપેટી 6 વર્ષની માસૂમ બાળકી, વીડિયો વાયરલ
ગૃહ મંત્રાલયે તુર્કીના ભૂકંપને 'ઑપરેશન દોસ્ત' નામ આપ્યુ છે. હેશટેગ #OperationDost સાથે, ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે NDRF ટીમ IND-11એ ગુરુવારે ગાઝિયાંટેપના નુરદાગીમાંથી 6 વર્ષની બાળકીને સફળતાપૂર્વક બહાર કાઢી હતી. તુર્કીમાં ભારતીય ટીમ દ્વારા કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલી 6 વર્ષની બાળકી ધાબળામાં લપેટાયેલી જોવા મળી હતી. તેની ગરદનને સપોર્ટ ડિવાઇસ વડે મજબૂત રીતે સુરક્ષિત કરવામાં આવી હતી. ડૉક્ટરે તેની સ્થિતિ તપાસી હતી.

વાયુસેનાના વિમાનથી ગઈ રેસ્ક્યુ ટીમ
રેસ્ક્યુ ટીમમાં સામેલ પીળા અને સફેદ હેલ્મેટ પહેરેલા લોકોએ યુવતીને હળવાશથી સ્ટ્રેચર પર સૂવડાવી. અહેવાલ મુજબ ભારતે તુર્કીમાં રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય વાયુસેનાનુ વિમાન C-17 ગ્લોબમાસ્ટર III હેવી લિફ્ટ એરક્રાફ્ટ રવાના કર્યુ છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ ઉપરાંત ડૉગ સ્કવૉડ, જરૂરી સાધનો અને વાહનો સાથે સંબંધિત નિષ્ણાતોને શોધમાં મોકલવામાં આવ્યા છે. તુર્કીમાં આવેલા ભૂકંપ અંગે એનડીઆરએફના મહાનિર્દેશક અતુલ કરવલે જણાવ્યુ હતુ કે 51 એનડીઆરએફ જવાનોની એક ટીમને તુર્કી મોકલવામાં આવી છે, જે ત્યાં પહેલાથી જ તૈનાત બે ટીમો સાથે જોડાઈ.

ITBPથી ઉધાર લઈને ગઈ એનડીઆરએફ
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ કરવલે કહ્યુ કે મંગળવારે તુર્કી મોકલવામાં આવેલી બે ટીમોમાં વિભાજિત 101 કર્મચારીઓને ગાઝિયાંટેપ પ્રાંતના ભૂકંપના બે સૌથી પ્રભાવિત વિસ્તાર નુરદાગી અને ઉર્ફામાં તૈનાત કરવામાં આવ્યા હતા. કરવલના જણાવ્યા અનુસાર એનડીઆરએફની ટીમો લગભગ બે અઠવાડિયા સુધી ઑપરેશન ચલાવી શકે છે. તેમની પાસે પૂરતુ રાશન, ટેન્ટ અને અન્ય લોજિસ્ટિક્સ છે. તેમણે કહ્યુ કે, 'અમે અમારા બચાવકર્તાઓને તુર્કીના અત્યંત ઠંડા વાતાવરણમાં કામ કરવા માટે ખાસ શિયાળાના કપડા પૂરા પાડ્યા છે. આ કપડા ઈન્ડો-તિબેટીયન બૉર્ડર પોલીસ અને કેટલાક અન્ય લોકો પાસેથી ઉછીના લેવામાં આવ્યા છે.'

72 કલાક સુધી જીવિત રહેવાની સંભાવના
તુર્કીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવકર્મીઓ કડકડતી ઠંડીમાં બચી ગયેલા લોકોને શોધી રહ્યા છે. નિષ્ણાતો આવી આપત્તિમાં 72 કલાકને મહત્તમ શક્ય બચવાનો સમય માને છે. એ પણ વીતી ગયો છે. આવી સ્થિતિમાં મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે 7.8ની તીવ્રતાનો ભૂકંપ ત્યારે આવ્યો જ્યારે લોકો ઊંઘી રહ્યા હતા. ભૂકંપ એવા વિસ્તારમાં ત્રાટક્યો જ્યાં સીરિયન ગૃહયુદ્ધને કારણે ઘણા લોકો પહેલાથી જ નુકસાન અને વિસ્થાપનનો ભોગ બન્યા હતા. સેટેલાઇટ પિક્ચર્સ પણ હેરાન કરનારા છે. પીટીઆઈએ મેક્સાર ટેક્નોલોજીને ટાંકીને ડિસેમ્બર 2022 અને ફેબ્રુઆરી 8, 2023ના ફોટાઓની સરખામણી કરી છે.

અત્યંત ખરાબ કુદરતી આફતોમાંની એક
તમને જણાવી દઈએ કે તુર્કીનો ભૂકંપ ઈતિહાસના સૌથી ભયાનક ભૂકંપ તરીકે ઉભરી આવ્યો છે. 18 હજારથી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં મૃતકોનો આંકડો 20 હજારથી વધુ જણાવવામાં આવી રહ્યો છે. જો કે, સરકારી આંકડાઓમાં 18 હજારથી વધુ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને હજારો લોકો ગુમ હોવાનુ કહેવાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
