For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરાગ અગ્રવાલ બન્યા ટ્વિટરના નવા CEO, જાણો તેમના વિશે બધુ

ટ્વિટરના નવા સીઈઓ તરીકે પરાગ અગ્રવાલની નિમણૂૂક કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ માઈક્રો બ્લૉગિંગ પ્લેટફૉર્મ ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારી(સીઈઓ) અને કો-ફાઉન્ડર જેક ડોર્સી પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે ખુદ ટ્વિટ કરીને પોતાના રાજીનામાની પુષ્ટિ કરી છે. પોતાના ટ્વિટમાં જેક ડોર્સીએ સીઈઓ પદ છોડવા પાછળ ત્રણ કારણે ગણાવ્યા છે. ડૉર્સીએ લખ્યુ કે અમારી કંપનીમાં સહ-સંસ્થાપકથી સીઈઓથી લઈને અધ્યક્ષથી લઈને કાર્યકારી અધ્યક્ષ સુધી અંતરિમ-સીઈઓ સુધીની ભૂમિકા નિભાવવાના લગભગ 16 વર્ષો બાદ મે નિર્ણય કર્યો ખે છેવટે મારો જવાનો સમય આવી ગયો છે. આ સાથે જ તેમણે ટ્વિટરના નવા સીઈઓ તરીકે પરાગ અગ્રવાલનો ઉલ્લેખ કર્યો છે. ભારતીય મૂળના પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા સીઈઓ હશે.

ટ્વિટરના સીટીઓ હતા પરાગ

ટ્વિટરના સીટીઓ હતા પરાગ

ટ્વિટરના નવા સીઈઓ પરાગ અગ્રવાલનો માઈક્રો બ્લૉગિં પ્લેટફૉર્મે 2018માં પોતાના નવા ચીફ ટેકનોલૉજી ઑફિસર(સીટીઓ) અપોઈન્ટ કર્યા હતા. પરાગ અગ્રવાલે આઈઆઈટી મુંબઈથી એન્જિનિયરીંગ કર્યુ છે. ત્યારબાદ તેણે કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી અમેરિકાની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાંથી કર્યુ. 2018માં પરાગે એડમ મેસિંગર લીધુ હતુ. વેબસાઈટ પર પરાગ અગ્રવાલના બાયોમાં લખ્યુ છે કે તેમણે 2011માં એક જાહેરાત એન્જિનિયરીંગ તરીકે ટ્વિટર જોઈન કર્યુ હતુ. તેમની દેખરેખમાં ટ્વિટરમાં જાહેરાત સિસ્ટમનો વિસ્તાર થયો છે.

ટ્વિટરને આ ઉંચાઈ સુધી પહોંચાડવામાં આપ્યુ મહત્વનુ યોગદાન

ટ્વિટરને આ ઉંચાઈ સુધી પહોંચાડવામાં આપ્યુ મહત્વનુ યોગદાન

ટ્વિટરમાં પરાગે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ(એઆઈ)નો ઉપયોગ કરીને યુઝર્સના ટ્વિટસ વધારવાનુ કામ કર્યુ. ટ્વિટર જોઈન કરતા પહેલા પરાગ અગ્રવાલએ યાહૂ, એટી એન્ડ ટી લેબ્ઝ અને માઈક્રોસૉફ્ટ રિસર્ચ જેવી ઘણી મુખ્ય કંપનીઓમાં મોટાપાયે ડેટા મેનેજમે્ટનુ કામ કર્યુ છે. પરાગે એડમ મેસિંગરની જગ્યા લીધી છે જે 2016માં પાંચ વર્ષ કામ કર્યા બાદ આ કંપની છોડીને ગયા હતા.

જેક પર રાજીનામુ આપવાનુ ઘણા દિવસોથી હતુ દબાણ

જેક પર રાજીનામુ આપવાનુ ઘણા દિવસોથી હતુ દબાણ

ગયા વર્ષે જેક ડૉર્સીને એ વખતે ટ્વિટરના સીઈઓ પદેથી રાજીનામુ આપવાના દબાણનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ટ્વિટરના સ્ટેકહોલ્ડર ઈલિયટ મેનેજમેન્ટે તેમને બદલવાની માંગ કરી હતી. ટ્વિટરના સ્ટેક હોલ્ડર ઈલિયટ મેનેજમેન્ટ કંપનીના મેનેજમેન્ટ સાથે રોકાણ ફર્મની સમજૂતી કરતા પહેલા 2020માં જેક ડૉર્સીને સીઈઓ તરીકે બદલવાની માંગ કરી હતી. આ ઉપરાંત ઈલિટય મેનેજમેન્ટના સંસ્થાપક અને અબજોપતિ રોકાણકાર પૉલ સિંગરનુ કહેવુ હતુ કે ટ્વિટરના મેનેજમેન્ટ સાથે એક સમજૂતી પર પહોંચતા પહેલા, ડૉર્સી બંને સમજૂતી કંપનીઓ(ટવિટર, સ્કવાયર ઈંક)માંથી કોઈ એકનુ સીઈઓનુ પદ છોડી દે.

2015માં ફરીથી સીઈઓ બન્યા હતા જેક

2015માં ફરીથી સીઈઓ બન્યા હતા જેક

જેક ડૉર્સીએ સોશિયલ મીડિયા દિગ્ગજ ટ્વિટરની સ્થાપના કરી. જેકે 2008 સુધી સીઈઓ તરીકે કાર્ય કર્યુ. 2008માં તેમને એ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા પરંતુ પૂર્વ સીઈઓ ડિક કોસ્ટોલોનુ પદ છોડ્યા બાદ તે 2015માં ફરીથી ટ્વિટરના સીઈઓ બનાવવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે 45 વર્ષના જેક ડૉર્સી હાલમાં ક્રિપ્ટો કરન્સીમાં ઘણો રસ બતાવી રહ્યા છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર બિટકૉઈનના હેશટેગ સાથે ઉપયોગ કર્યો છે.

English summary
Twitter appoints IIT Bombay Parag Agrawal as CEO, know all about him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X