Twitter Down: ટ્વિટર પર આજે સવારથી લૉગ ઈન કરવામાં મુશ્કેલી, સર્જાઈ ટેકનિકલ ખામી
ટ્વિટર પર આજે સવારથી લૉગ ઈન કરવામાં મુશ્કેલી થઈ રહી છે.
Twitter Down: માઈક્રો બ્લૉગિંગ સાઈટ ટ્વિટર પર આજે સવારથી લૉગિન કરવામાં મુશ્કેલી આવી રહી છે. મોટી સંખ્યામાં યુઝર્સને ટ્વિટર પર લૉગ ઈન કરવામાં સમસ્યા થઈ રહી છે. અલ જજીરાના સમાચાર મુજબ લોકોને ટ્વિટરના વેબ વર્ઝનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્વિટર પર લૉગ ઈન કરતી વખતે એરર નોટિસ આવી રહી હતી.

ટ્વિટરના લગભગ 8700 યુઝર્સે આજે સવારે ટ્વિટર પર લૉગ ઈનની મુશ્કેલીની ફરિયાદ કરી. ડાઉનડિટેક્ટરને ટાંકીને, જે વેબસાઇટ પર તકનીકી ખામીઓ પર નજર રાખે છે, અલ જઝીરાએ આની જાણ કરી. Downdetector એ પણ ટ્વિટ કર્યુ કે, 'યુઝર્સના અહેવાલો સૂચવે છે કે સવારે સાત વાગ્યાને 13 મિનિટથી ટ્વિટર પર લૉગ ઇન કરવામાં સમસ્યા છે.'
ઉલ્લેખનીય છે કે એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન યુએસ ડોલરમાં ખરીદ્યુ હતુ. ત્યારપછી ટ્વિટરમાં ઘણા અલગ-અલગ ફેરફારો થયા છે, ઘણી ટેક્નિકલ સમસ્યાઓ પણ સામે આવી છે. મસ્કે મોટી સંખ્યામાં નકલી ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કર્યા છે. તેમણે પેઇડ સેવાઓ પણ શરૂ કરી છે. બ્લુ ટિક, ગ્રે ટિક, યલો ટિક જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે, મસ્કે કહ્યુ હતુ કે તે ટ્વિટરની નીતિઓમાં ફેરફાર કરશે. તેમણે ઉમેર્યુ હતુ કે નવી ટ્વિટર નીતિ વિજ્ઞાન પર આધારિત હશે અને વિજ્ઞાન આધારિત પ્રશ્નો પૂછશે.












Click it and Unblock the Notifications
