For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે માથા ધરાવતો કાચબો, જોવા માટે લોકોનો થયો ઝમાવડો

|
Google Oneindia Gujarati News

સૈન એન્ટોનિયો, 27 જૂનઃ અમેરિકામા ભારે ગીચતાવાળા શહેર સૈન એન્ટોનિયોના પ્રાણીસંગ્રહાલયમાં બે માથાવાળા કાચબાએ આકર્ષણનું જગાવ્યું છે. આ કાચબો 18 જૂને લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને જોવા માટે ભીડ જામી છે.

પ્રાણીસંગ્રહાલયના પ્રવક્તા ડેબ્બી રિયો વૈન્સકિકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, આ કાચબો સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તે ચાલી અને પાણીમાં તરી પણ શકે છે. તેમણે કહ્યું કે, આ માદા કાચબો છે અને તેનું નામ થેલમા અને લૂઇસ રાખવામાં આવ્યું છે. આ નામ 1991માં ઓસ્કર જીતનારી બે અદાકારાઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. સૈન એન્ટોનિયોના પ્રાણીસંગ્રહાલયમાં આ પહેલા બે માથાવાળા સાંપ પ લાવવામાં આવ્યા છે, તેને 1978માં લાવવામાં આવ્યા હતા, પરંતુ 1995માં તેમનું મોત નીપજ્યું હતું.

ખરા અર્થમાં બે માથાવાળા જાનવરોની અવસ્થાને પોલીસિફેલી કહેવામાં આવે છે. જે અંતર્ગત શારીરિક વિકારના કારણે કોઇપણ જાનવર અથવા તો મનુષ્યના બે માથા થઇ જાય છે. ઇતિહાસમાં નોંધાયેલા મામલામાં પહેલીવાર આવો મામલો 1460માં આવ્યો હતો, જ્યારે સ્કોટલેન્ડમાં બે માથાવાળો બાળક જોવા મળ્યો હતો. ત્યારબાદ અનેક મામલા પ્રકાશમાં આવ્યા હતા.

કાચબો

કાચબો

આ કાચબાને 18 જૂને અહીં લાવવામાં આવ્યો, ત્યારબાદ તેને જોવા માટે લોકોનો ઝમાવડો જોવા મળી રહ્યો છે.

બે માથાવાળો સાંપ

બે માથાવાળો સાંપ

બે માથાવાળા સાંપ મળવા હવે સામાન્ય વાત છે.

બે માથાવાળા

બે માથાવાળા

બે માથાવાળા જીરાફ, ઉંદર, બિલાડી, કુતરાં વિગેરે પણ જોવા મળે છે.

જીવીત નથી રહેતા

જીવીત નથી રહેતા

બે માથાવાળા માનવોના મામલા હજુ સુધી ઓછા આવ્યા છે, જ્યાં પણ આવ્યા ત્યાં મોટાભાગના મામલાઓમાં બાળકો વધુ સમય જીવીત રહેતા નથી.

જ્યારે-જ્યારે જન્મે છે થાય છે ચર્ચા

જ્યારે-જ્યારે જન્મે છે થાય છે ચર્ચા

બે માથાવાળા જાનવર કે મનુષ્ય જ્યારે-જ્યારે જન્મે છે, તો સમાચાર બને છે. સ્થાનિક સમાચારોમાં તો તેમની જરૂરથી નોંધ લેવાય છે.

કાલ્પનીક કહાણીઓમાં

કાલ્પનીક કહાણીઓમાં

બે માથાવાળા જાનવરોનું વિવરણ કાલ્પનીક કહાણીઓમાં પણ મળે છે. એ જ કારણ છે કે બે માથાવાળા ગીધનો ચિન્હ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે આજસુધી એવું ગીધ ક્યાંય જોવા મળ્યું નથી.

English summary
A two headed turtle has hatched at the San Antonio Zoo and officials have named her Thelma and Louise. The female Texas cooter arrived June 18 and will go on display Thursday at the zoo's Friedrich Aquarium.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X