Sri Lanka: આ અબજોપતિ ઈબ્રાહિમ બ્રધર્સે કરાવ્યો હતો સીરિયલ બ્લાસ્ટ

Sri Lanka: આ અબજોપતિ ઈબ્રાહિમ બ્રધર્સે કરાવ્યો હતો સીરિયલ બ્લાસ્ટ

કોલંબોઃ 21 ફ્રિલે ઈસ્ટર સંડેના અવસર પર શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક બાદ એક આઠ સુસાઈડ બ્લાસ્ટ થયા. આ હુમલાઓમાં 359 લોકોનાં મોત થયાં જ્યારે 500 લોકો ઘાયલ થઈ ગયા છે. શ્રીલંકા પાછલા એક દશકથી શાંત હતું. જ્યારથી લિટ્ટેનો અંત થયો અને સિવિલ વોર ખતમ થઈ ત્યારથી લોકો અહીં શાંતિથી જીવી રહ્યા હતા. પરંતુ હવે આ દેશમાં દેહશત અને ડરનો માહોલ છે. શ્રીલંકામાં આ હુમલાનું ષડયંત્ર એવા બે ભાઈએ રચ્યું હતું જેમની લાઈફસ્ટાઈલ જોઈ કોઈપણ આ વાતનો અંદાજો ન લગાવી શકતું હતું કે બંને આટલા ભયાનક ષડયંત્રને અંજામ આપી શકે છે. શ્રીલંકામાં થયેલ હુમલાની જવાબદારી આઈએસઆઈએસે લીધી છે.

શાંગરી લાનો હુમલાખોર ઈંસાફ

શાંગરી લાનો હુમલાખોર ઈંસાફ

કોલંબોના માહવેલા ગાર્ડન્સમાં રહેતા 33 વર્ષીય ઈંસાફ ઈબ્રાહિમ અને તેના ભાઈ 31 વર્ષના ઈલ્હામ ઈબ્રાહિમને હુમલાના મુખ્ય ષડયંત્રકાર માનવામાં આવી રહ્યા છે. ઈંસાફ તાંબાની ફેક્ટરીનો માલિક હતો અને તેણે જ શાંગરી લા હોટલમાં થયેલ આત્મઘાતી હુમલાને અંજામ આપ્યો હતો. રવિવારે સવારે ઈસ્ટરના અવસર પર જ્યારે લોકો નાશ્તો કરવા માટે હોટલમાં એકઠા થયા હતા ત્યારે ઈન્સાફે કમર પર બાંધેલ બેલ્ટને બ્લાસ્ટ કરી દીધી જે બાદ જ્યારે પોલીસ તેના ઘરે તલાસી લેવા પહોંચી તો તેના નાના ભાઈ ઈલ્હામ ઈબ્રાહિમે બોમ્બમાં બ્લાસ્ટ કરી દીધો આ બ્લાસ્ટમાં તેના ઉપરાંત પત્ની અને બાળકોનાં પણ મૃત્યુ થયાં છે.

પાડોસિઓને હજુ વિશ્વાસ નહિ

પાડોસિઓને હજુ વિશ્વાસ નહિ

તેમની પડોસમાં રહેતા ફાતિમા ફજાલાને આ વાતનો જરા પણ અંદાજો નહોતો કે આખરે ત્રણ માળવાળા શાનદાર ઘરમાં રહેતા આટલા અમીર લોકો આટલી જલદી બદનામ થઈ જશે. ફજાલાએ ન્યૂજ એજન્સી રોયટર્સ સાથે વાતચીત કરતા કહ્યું કે બહુ સારા લોકો લાગતા હતા. ઈબ્રાહિમ ફેમિલીના આ ઘરને હવે પોલીસે ઘેરી લીધું છે. બંને ભાઈઓના નામ સતત શ્રીલંકાના મીડિયામાં આવી રહ્યું છે. શ્રીલંકન ઑથોરિટીએ હજુ સુધી એકપણ બોમ્બરની ઓળખાણ નથી બતાવી. આ બંને ભાઈઓને લઈને પણ કોઈ નિવેદન આપ્યું નથી.

પિતાની ધરપકડ કરી

પિતાની ધરપકડ કરી

તેમની પિતા મોહમ્મદ ઈબ્રાહિમની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઈબ્રાહિમ એક અમીર મસાલાનો વેપારી અે સાથે જ બિઝનેસ કોમ્યૂનિટીનો મહત્વનો ભાગ છે. તેના છ દીકરા અને ત્રણ દીકરી છે. હુમલા પહેલા તેને લોકો ભારે પસંદ કરતા હતા. ફજાલા જણાવે છે કે તે વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને ખાવાનું અને પૈસા આપી તેમની મદદ કરતા હતા. ફઝાલાએ કહ્યું કે હવે શ્રીલંકામાં બધા મુસલમાનને સંદિગ્ધ રીતે જોવામાં આવી રહ્યા છે.

ઈબ્રાહિમ ફેમિલીએ ભરોસો તોડ્યો

ઈબ્રાહિમ ફેમિલીએ ભરોસો તોડ્યો

ઈબ્રાહિમ હંમેશાથી ચરમપંથી વિચારધારા પ્રત્યે આકર્ષિત હતા. આ ઉપરાંત તેણે નેશનલ તૌહીદ જમાતની એક મીટિંગ્સમાં પણ ભાગ લીધો હતો. સૂત્રો તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ આ સંગઠન હુમલાના સંદિગ્ધ ષડયંત્રમાં સામેલ હતા. જ્યારે ઈન્સાફ ઈબ્રાહિમની વિચારધારા બહુ આધુનિક હતી. તે પોતાના સ્ટાફ અને મુસ્કેલીમાં ફસાયેલ લોકોને પૈસા દઈ મદદ કરતા રહેતા હતા. ઈન્સાફના લગ્ન ઘરેણા બનાવતી કંપનીના માલિકની દીકરીથી થયાં હતાં. ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી. તેમના ઘરની સામે રહેતા 38 વર્ષીય સંજીવા જયસિંહ કહે છે કે તેઓ તેઓ ચકિત થઈ ગયા કેમ કે તેમને ક્યારેય લાગ્યું પણ નહિ કે ઈબ્રાહિમ ફેમિલીમાં આવા પ્રકારના લોકો હોય શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X