• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: સાજા રહેવા દવા પણ ખાવી પડે,એ વાત પાંડાને કોણ સમજાવે?

By Kajal
|
Google Oneindia Gujarati News

જંગલી પ્રાણી પરંતુ સુંદર, તેને જોતા જ ઊંચકી લેવાની, રમવાની ઈચ્છા થઈ જાય તેવું પ્રાણી એટલે સફેદ પાંડા. તેની રમત અને સુંદરતાથી તે બધાને મોહી લે છે. તેની સાથે રમવાનો આનંદ અનેરો હોય છે. નાના બાળકો હોય કે પછી હોય મોટા લોકો બધાને આ સફેદ પાંડા ખુબ જ પસંદ હોય છે. પાંડામાં એક એવી આદત છે, જે મનુષ્યોમાં પણ જોવા મળે છે. આ આદત એટલે કે કડવી દવા ન ગળવી. મનુષ્યો દવા ન ગળવાના બહાના બનાવે છે. તેવી જ રીતે પાંડાને પણ દવા ગળવી ગમતી નથી. જેવો મનુષ્યનો સ્વભાવ છે, તેવો જ સ્વભાવ જાનવરોમાં પણ જોવા મળે છે. એવો જ એક પાંડાને દવા ગળાવતો વીડિયો સોશ્યલ મીડિયામાં ઘણા સમયથી ફરતો થયો છે. આ વીડિયોમાં પાંડાની હરકતોને જોતા તમે પોતાની જાતને હસતા રોકી નહીં શકો.

બે પાંડા સાથે મળીને તેની સાર-સંભાળ કરતા વ્યક્તિને એટલું હેરાન કરે છે, કે તે વ્યક્તિ પાંડાને સંભાળી નથી શકતો. દવા ન પીવા માટે બંન્ને પાંડા કેરટેકરને ઘેરી વળે છે. એક પાંડાને પકડવા જતા બીજો પાંડા માથે ચડી જાય છે, પરંતુ અંતે તે પાંડાને દવા ગળાવવામાં સફળ થાય છે. આ આખી ઘટનામાં પાંડાની રમત તમને હસવા પર મજબુર કરી મૂકશે.

English summary
two pandas refusing to take medicine. watch video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X