જો તમે પણ ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરો છો, તો આ વીડિયો જરૂર જુઓ

ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ ઘ્વારા ખાવાનું ઓર્ડર કરવું હવે સામાન્ય બાબત બની ચુકી છે.

ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ ઘ્વારા ખાવાનું ઓર્ડર કરવું હવે સામાન્ય બાબત બની ચુકી છે. તમે ઘરે બેઠા કઈ પણ ઓર્ડર કરો અને ડિલિવરી બોય તમારા માટે ઓર્ડર લઈને હાજર થઇ જાય છે. પરંતુ આ વીડિયો જોયા પછી તમે ખાવાનું ઓર્ડર કરતા પહેલા દસ વાર વિચાર કરશો. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ડિલિવરી બોય ઓર્ડર કરવામાં આવેલા ફૂડની ચોરી કરી રહ્યો છે. તે ડિલિવરી બોય ડબ્બામાંથી થોડું ખાવાનું ખાઈ લે છે અને પછી તેની ડિલિવરી કરે છે.

ખાવાનું કાઢીને ખાવા લાગ્યો ડિલિવરી બોય

ખાવાનું કાઢીને ખાવા લાગ્યો ડિલિવરી બોય

ઑસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક ડિલિવરી બોયની હરકતો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. ઉંબર એટસ કર્મચારી ખાવાની ડિલિવરી કરવા આવ્યો હતો પરંતુ ડબ્બામાંથી ખાવાનું ચોરી કરતા કેમેરામાં ઝડપાયો. રેડિયો શૉ હોસ્ટ એન્ડી મેકગુવેરે આ ઘટનાની જાણકારી પોતાની ઑડિયન્સને આપી. તેમને જણાવ્યું કે તેમના મિત્રએ ઉંબર એટસ ઘ્વારા ખાવાનું ઓર્ડર કર્યું હતું. જયારે ડિલિવરી બોય ખાવાની ડિલિવરી લઈને પહોંચ્યો ત્યારે તે ડબ્બામાંથી થોડું ખાવાનું ખાવા લાગ્યો.

ડિલિવરી બોયની હરકત કેમેરામાં કેદ

ડિલિવરી બોયની હરકત કેમેરામાં કેદ

ડિલિવરી બૉયે પેકેટમાં હાથ નાખ્યો અને એક ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈ લીધી, ત્યારપછી તેને ડિલિવરી માટે ડોરબેલ વગાડી. આ આખી ઘટના ઘરની બહાર લાગેલા સિક્યોરિટી સિસ્ટમમાં કેદ થઇ ગઈ. રેડિયો શૉ હોસ્ટ એન્ડી મેકગુવેરે જણાવ્યું કે તેના ઘરની આસપાસ આવું ઘણીવાર થાય છે. ઉંબર એટસવાળા આવે છે અને તમને ખાવાનું થોડું હલકું લાગે છે.

ઉંબર એટસ ઘ્વારા સફાઈ આપવામાં આવી

ઉંબર એટસ ઘ્વારા સફાઈ આપવામાં આવી

ઉંબર એટસ ઘ્વારા આ મામલે સફાઈ આપવામાં આવી છે કે અમને ખબર છે કે ફૂડ સેફટી કેટલી જરૂરી છે અને અમે અમારા ડિલિવરી પાર્ટનરને કહીયે છે કે ડિલિવરી કરતા સમયે કવોલિટીનું ધ્યાન રાખવામાં આવે. ઉંબર એટસ ડિલિવરી પાર્ટનર પાસે આશા રાખવામાં આવે છે કે તેઓ કમ્યુનિટી ગાઈડલાઈન ફોલો કરે, જેમાં સાફ જણાવવામાં આવ્યું છે કે ખાવાના સાથે છેડછાડ કરવા પર તેઓ એપ ઍક્સેસ ગુમાવી દેશે. ખાવાનું ચોરી કરતા ડિલિવરી બોયનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X