For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેને બંધ કર્યા પોતાના એરસ્પેસ, ભારતીયોને લેવા માટે જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ

ભારતીયોને લેવા માટે જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રશિયા અને યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ ચાલુ છે. ભારતે પણ સાવચેતી રૂપે યુક્રેનમાં રહેતા પોતાના નાગરિકોને પાછા લાવવાની પ્રક્રિયા શરુ કરી દીધી હતી. આના માટે એર ઈન્ડિયાની ઉડાન AI 1947ને યુક્રેનની રાજધાની કીવ માટે મોકલવામાં આવી પરંતુ ત્યાંની સરકારે સંભવિત જોખમનો હવાલો આપીને પોતાના હવાઈ ક્ષેત્રોને બંધ કરી દીધા. જેના કારણે એર ઈન્ડિયા ઈવેક્યુએશન ફ્લાઈટને હવામાં જ રદ કરવી પડી.

air india

એર ઈન્ડિયાએ ભારતીયોને પાછા લાવવા માટે આ સપ્તાહે ત્રણ વિશેષ ઉડાનો સંચાલિત કરવાની યોજના બનાવી હતી. આના માટે AI 1947 ડ્રીમલાઈનરે દિલ્લીથી કીવ બૉરિસ્પિલ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી પરંતુ જ્યારે વિમાન હવામાં હતુ એ વખતે જાણવા મળ્યુ કે યુક્રેને પોતાની હવાઈ સીમા બંધ કરી દીધી છે. પોતાના નિવેદનમાં યુક્રેને કહ્યુ કે સંભવિત જોખમને જોતા આ પગલુ લેવામાં આવ્યુ છે. એવામાં અનપેક્ષિત ગોળીબાર કે સાઈબર હુમલાના જોખમના કારણે ઉડાન કંપનીઓ પોતાની ફ્લાઈટ્સને રોકી દે.

એક અન્ય મીડિયા રિપોર્ટસ મુજબ યુક્રેનના અધિકારીઓથી એરમેનને ગુરુવારે નોટિસ 156 GMT પર જાહેર કરવામાં આવી હતી જે 2359 GMT પર ખતમ થવાની છે. જો કે, આમાં એ સ્પષ્ટ નથી કે નાગરિક ઉડાનો પર પૂર્ણ પ્રતિબંધ હતો કે નહિ પરંતુ ન્યૂરો કંટ્રોલે એરઈન્ડિયાન કહ્યુ કે સૈન્ય પ્રતિબંધોના કારણે યુક્રેનનુ હવાઈ ક્ષેત્ર ઉપલબ્ધ નથી. યુરોકંટ્રોલ જ યુરોપના હવાઈ ઉડ્ડયનને નિયંત્રિત કરે છે.

એર બબલ સમજૂતીમાં થયો હતો ફેરફાર

ભારત અને યુક્રેન વચ્ચે એર બબલ સમજૂતી હેઠળ સીમિત ઉડાનો જ સંચાલિત થઈ રહી હતી પરંતુ સ્થિતિને જોતા ગયા સપ્તાહે આમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જે હેઠળ ઉડાન અને સીટોની સંખ્યાથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. આશા હતી કે આમાં ભારતીયોને યુક્રેનથી પાછા લાવવામાં મદદ મળશે પરંતુ હવે હવાઈ ક્ષેત્રમાં પ્રતિબંધથી નવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે.

English summary
Ukraine closed its airspace, Air India flight canceled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X