For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'યુદ્ધ વચ્ચે યુક્રેની મહિલાઓ પર બળાત્કાર કરી રહ્યા છે રશિયન સૈનિક', યુક્રેનના વિદેશ મંત્રીનો દાવો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષો દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ રશિયાના સૈનિકો પર ગંભીર આરોપ લગાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

લંડનઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષો દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ રશિયાના સૈનિકો પર ગંભીર આરોપ લગાવ્યા છે. યુક્રેનનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ શુક્રવાર(4 માર્ચ)ના રોજ રશિયાના સૈનિકો પર મહિલાઓ સાથે બળાત્કાર કરવાના આરોપ લગાવ્યા છે. આ સાથે જ વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ મૉસ્કોની આક્રમકતાને દંડિત કરવા માટે એક વિશેષ ન્યાયાધિકરણની રચનાના આહ્વાનનુ સમર્થન કર્યુ છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ લંડનના ચેથમ હાઉસ થિંક ટેંકમાં એક બ્રીફિંગમાં કહ્યુ, 'દૂર્ભાગ્યથી અમારી પાસે એવા ઘણા કેસ છે, જેમાં રશિયાના સૈનિકોએ યુક્રેનના શહેરોમાં મહિલાઓ સાથે બળાત્કાર કર્યા છે.'

યુક્રેને નથી આપ્યા કોઈ પુરાવા

યુક્રેને નથી આપ્યા કોઈ પુરાવા

યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ રશિયાના સૈનિકો પર રેપનો ગંભીર આરોપ લગાવ્યો છે પરંતુ રશિયાના સૈનિકો દ્વારા રેપના કેસમાં તેમણે કોઈ પુરાવા આપ્યા નથી. ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ તે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાના આ દાવાઓની પુષ્ટિ નથી કરી રહ્યા. જો કે રશિયાએ આવી કોઈ પણ વાતનો ઈનકાર કર્યો છે.

'શહેરોમાં મહિલાઓ પર બળાત્કાર કરે છે...'

'શહેરોમાં મહિલાઓ પર બળાત્કાર કરે છે...'

યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ લંડનાના ચેથમ હાઉસમાં એક કાર્યક્રમમાં રશિયાના સૈનિકો પર આરોપ લગાવીને કહ્યુ, 'જ્યારે તમારા શહેરો પર બૉમ્બ ફેંકવામાં આવે છે, સૈનિક કબ્જાવાળા શહેરોમાં મહિલાઓ સાથે બળાત્કાર કરવામાં આવે છે, અમને અફસોસ છે પરંતુ અમારી પાસે આવા ઘણા બધા કેસ આવ્યા છે, જ્યારે રશિયાના સૈનિકોએ યુક્રેની શહેરોમાં મહિલાઓનો બળાત્કાર કર્યો છે.'

દિમિત્રો કુલેબા બોલ્યા - આ અમારા માટે મુશ્કેલ બની જાય છે

દિમિત્રો કુલેબા બોલ્યા - આ અમારા માટે મુશ્કેલ બની જાય છે

દિમિત્રો કુલેબાએ આગળ કહ્યુ, 'એવામાં અમે આંતરરાષ્ટ્રીય કાયદાની જરુરિયાત વિશે કેવી રીતે બોલી શકીએ છીએ. આ અમારા માટે મુશ્કેલ થઈ જાય છે. પરંતુ તેમછતાં પણ હું એક વાત કહેવા માંગુ છુ કે આ સભ્યતા જ એકમાત્ર એવી વસ્તુ છે, જે અમારી પાસે છે, જે આ આશા જગાવે છે કે આ યુદ્ધને શરુ કરનારાને ન્યાયના કટઘરામાં લાવવામાં આવશે.'

'અમે એ દુશ્મન સામે લડી રહ્યા છે જે અમારાથી વધુ શક્તિશાળી છે'

'અમે એ દુશ્મન સામે લડી રહ્યા છે જે અમારાથી વધુ શક્તિશાળી છે'

દિમિત્રો કુલેબાએ પૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી ગૉર્ડન બ્રાઉન અને એક વિશેષ ન્યાયાધિકરણ માટે આંતરરાષ્ટ્રીય કાયદા વિશેષજ્ઞના એક સમૂહ દ્વારા અપીલનુ સમર્થન કર્યુ છે. કુલેબાએ કહ્યુ કે, 'અમે એ દુશ્મન સામે લડી રહ્યા છે જે અમારાથી વધુ શક્તિશાળી છે પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા અમારા પક્ષમાં છે અને આશા છે.. એ અમને જીતવામાં મદદ કરવા માટે પોતાનુ યોગદાન આપશે.'

English summary
Ukraine foreign minister accuses Russian soldiers of physical abuse amid War
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X