Ukraine Peace Summit: સ્વિટ્ઝર્લેન્ડમાં દેખાઇ ભારત-રશિયાની દોસ્તી, આ નિવેદનથી વધી ચર્ચા
Ukraine Peace Summit: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને સ્વિટ્ઝર્લેન્ડમાં આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી એકવાર ભારતે વિશ્વના દબાણને માન આપ્યા વિના તેમાં ભાગ લીધો ન હતો અને શાંતિ પરિષદના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો હતો.
ભારત ઉપરાંત સાઉદી અરેબિયા, આર્મેનિયા, બ્રાઝિલ, સ્લોવાકિયા, UAE, દક્ષિણ આફ્રિકાએ પણ સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. ભારતે જે રીતે આ શાંતિ સમજૂતીથી પોતાને દૂર કર્યા તેના પર રશિયાએ ખુશી વ્યક્ત કરી છે.
યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા બે વર્ષથી ત્રણ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આખું વિશ્વ આ યુદ્ધનો અંત જોવા માંગે છે, પરંતુ રશિયા અને યુક્રેને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ 10 વર્ષ સુધી પણ યુદ્ધ કરવા માટે તૈયાર છે.
આટલા લાંબા સમયથી આ યુદ્ધ જે રીતે ચાલી રહ્યું છે, તે જોઈને વિશ્વના તમામ દેશોએ આ મુદ્દાનો ઉકેલ શોધવા માટે તટસ્થ દેશમાં ભેગા થવાનું નક્કી કર્યું. સ્વિત્ઝર્લેન્ડની વાત કરીએ તો બંને વિશ્વયુદ્ધમાં સ્વિટ્ઝર્લેન્ડ તટસ્થ રહ્યું હતું. આ જ કારણ છે કે, અહીં યુક્રેન પીસ સમિટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમિટમાં ભાગ લેવા માટે વિશ્વભરના દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ખુદ રશિયા પર આ સમિટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચીને પણ આ સમિટથી પોતાને દૂર રાખ્યા હતા. ચીને કહ્યું કે, જો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે આયોજિત સમિટમાં રશિયાને આમંત્રણ નહીં આપવામાં આવે તો આ સમિટનો કોઈ અર્થ નથી.
આ સમિટ શા માટે થઈ? - યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા બે વર્ષથી ત્રણ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આખું વિશ્વ આ યુદ્ધનો અંત જોવા માંગે છે, પરંતુ રશિયા અને યુક્રેને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ 10 વર્ષ સુધી પણ યુદ્ધ કરવા માટે તૈયાર છે, પરંતુ આટલા લાંબા સમયથી આ યુદ્ધ જે રીતે ચાલી રહ્યું છે તે જોઈને વિશ્વના તમામ દેશોએ આ મુદ્દાનો ઉકેલ શોધવા માટે તટસ્થ દેશમાં ભેગા થવાનું નક્કી કર્યું. સ્વિત્ઝર્લેન્ડની વાત કરીએ તો બંને વિશ્વયુદ્ધમાં સ્વિટ્ઝર્લેન્ડ તટસ્થ રહ્યું હતું. આ જ કારણ છે કે, અહીં યુક્રેન પીસ સમિટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમિટમાં ભાગ લેવા માટે સમગ્ર વિશ્વના દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ખુદ રશિયા પર આ સમિટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચીને પણ આ સમિટથી પોતાને દૂર રાખ્યા હતા. ચીને જણાવ્યું હતું કે, જો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે આયોજિત સમિટમાં રશિયાને આમંત્રણ નહીં આપવામાં આવે તો આ સમિટનો કોઈ અર્થ નથી.
ભારતે રાજદ્વારી માર્ગ અપનાવ્યો - રશિયા ભારતનો મિત્ર દેશ છે, તેથી ભારત સમક્ષ મોટો પ્રશ્ન એ હતો કે, તેણે આ સમિટમાં ભાગ લેવો જોઈએ કે નહીં. ભારતે આ મુદ્દે રાજદ્વારી માર્ગ અપનાવ્યો અને નિર્ણય લીધો કે આ સમિટમાં વડાપ્રધાન કે વિદેશ મંત્રી ભાગ લેશે નહીં. હકીકતમાં આ સમિટમાં વિદેશ મંત્રાલયના સચિવ પવન કપૂરે ભાગ લીધો હતો.
આ સમિટ શરૂ થયા બાદ ભારતનો નિર્ણય સાચો જણાયો હતો. હકીકતમાં, આ સમિટમાં યુદ્ધ રોકવાની ચર્ચા કરવાને બદલે યુરોપના તમામ દેશો રશિયાને ધમકી આપતા જોવા મળ્યા હતા.
જ્યોર્જિયા મેલોનીની રશિયાને ધમકી - ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યું હતું કે, જો રશિયા યુક્રેનમાંથી પોતાની સેના નહીં હટાવે તો અમે રશિયાને આત્મસમર્પણ કરવા દબાણ કરીશું.
પોલાન્ટે જણાવ્યું હતું કે, અમે રશિયાને 200 દેશોમાં વહેંચીશું. આવી સ્થિતિમાં રશિયા વિરુદ્ધ જે રીતે નિવેદનો આવી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આ સમિટ યુદ્ધ રોકવાની ચર્ચા કરવા માટે નથી.
રશિયાએ તેના તરફથી શાંતિ સમજૂતી માટે પ્રસ્તાવ મોકલ્યો અને જણાવ્યું હતું કે, અમે જે પ્રદેશને નિયંત્રિત કરીએ છીએ તે અમારો છે, યુક્રેન નાટોમાં જોડાશે નહીં. જો આ શરતો સ્વીકારવામાં આવે તો આ યુદ્ધ સમાપ્ત થઈ શકે છે, પરંતુ રશિયાના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો ન હતો.
શાંતિ કરાર પર હસ્તાક્ષર ન કરવા માટેનું કારણ - યુક્રેન શાંતિ સમજૂતીની શરતોમાં મુખ્યત્વે રશિયાને તેના સૈનિકો પાછા ખેંચવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ભારત અને સાઉદી અરેબિયા સહિત ઘણા દેશોએ આ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો હતો.
ભારતના વિદેશ મંત્રાલયના સચિવ પવન કુમારે જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે, અમે પોતાને કોઈ દસ્તાવેજ સાથે બાંધીશું નહીં કારણ કે સમિટમાં એવું કંઈ નથી થઈ રહ્યું જે યુદ્ધનો અંત લાવી શકે.
ભારતનું અડગ વલણ - આ સમગ્ર સમિટમાં ભારતે ખૂબ જ સાવધાનીપૂર્વક રસ્તો અપનાવ્યો હતો. ભારતે ચીનની જેમ તેને સંપૂર્ણપણે નકારી કાઢ્યું ન હતું અને શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો હતો.
ફિલિપાઈન્સ સિવાય તમામ BRIC દેશો અને આફ્રિકન દેશોએ પણ આ સમિટ પર હસ્તાક્ષર કર્યા નથી. આવી સ્થિતિમાં આ સમિટને નિષ્ફળ સમિટ કહેવામાં આવી રહી છે. સ્વિટ્ઝર્લેન્ડના દક્ષિણપંથી નેતાઓએ પણ આ સમિટને નિષ્ફળ ગણાવી છે.












Click it and Unblock the Notifications
