For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેનને નાટોનુ સભ્ય બનાવવાની કોશિશ હું નથી કરી રહ્યોઃ વોલોદિમીર ઝેલેંન્સ્કી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંન્સ્કીએ કહ્યુ કે હું યુક્રેનને નાટોનુ સભ્ય બનાવવાની કોશિશ નથી કરી રહ્યો.

|
Google Oneindia Gujarati News

કીવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંન્સ્કીએ કહ્યુ કે હું યુક્રેનને નાટોનુ સભ્ય બનાવવાની કોશિશ નથી કરી રહ્યો. તમને જણાવી દઈએ કે આ મુદ્દે રશિયા ઘણુ ગંભીર છે અને તેણે સ્પષ્ટ રીતે પોતાના ઈરાદા વ્યક્ત કરી દીધા છે કે તે પોતાના દેશની સીમા પર નાટોની સેનાને આવવા દેવા માંગતા નથી. આ જ કારણ છે કે જ્યારે યુક્રેન નાટોનુ સભ્ય બનવાની કોશિશ કરી રહ્યુ હતુ તો રશિયાએ તેને પોતાની સુરક્ષા માટે જોખમ ગણાવીને યુક્રેન પર હુમલો કરી દીધો.

Ukraine President

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંન્સ્કીએ કહ્યુ કે રશિયાએ યુક્રેનના જે બેભાગને અલગ કરીને તેને અલગ દેશ જાહેર કર્યા છે તેના પર પણ તે વ્લાદિમીર પુતિનટ સાથે સમજૂતી કરવા માટે તૈયાર છે જેને રશિયાએ સ્વતંત્ર દેશ ઘોષિત કર્યા હાદ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કરી દીધો હતો. ઝેલેંન્સ્કીએ કહ્યુ કે મે ઘણા સમય પહેલા જ આ પ્રસ્તાવને પાછળ છોડી દીધો હતો જ્યારે હું એ સમજી ગયો હતો કે નાટો યુક્રેનનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. નાટોને ડર છે કે આનાથી ઘણા વિવાદ થશે અને રશિયા સાથે ટકરાવની સ્થિતિ પેદા થશે.

નાટોના સભ્યપદનો ઉલ્લેખ કરીને ઝેલેંન્સ્કીએ કહ્યુ કે હું એવા દેશનો રાષ્ટ્રપતિ નથી બનવા માંગતો જે કોઈ વસ્તુની ભીખ માંગી રહ્યો હોય. તમને જણાવી દઈએ કે રશિયાએ કહ્યુ છે કે તે નથી ઈચ્છતુ કે પડોશી દેશ યુક્રેન નાટોનો હિસ્સો બને. તમને જણાવી દઈએ કે નાટોની રચના શીત યુદ્ધ સમયે યુરોપીય દેશોને સોવિયેત સંઘથી બચાવવા માટે કરવામાં આવી હતી. એ વખતે રશિયા સોવિયત સંઘ હતી અને ત્યારે સોવિયત સંઘનુ વિઘટન થયુ નહોતુ અને યુક્રેન પણ આનો હિસ્સો હતો. સમય સાથે નાટોના સભ્યોની સંખ્યા પણ વધી ગઈ.

રશિયા નાટોના વિસ્તારને વ્યક્તિગત સુરક્ષામાં પડકાર તરીકે જુએ છે. તેને એ વાતનો ડર છે કે જો પશ્ચમી દેશ તેની સીમા પર આવી ગયા તે એ તેના માટે જોખમ બની શકે છે. નોંધનીય વાત છે કે યુક્રેન પર હુમલા પહેલા રશિયાએ યુક્રેનના પૂર્વ ભાગમાં ડોનેસ્ક અને લુહાંસ્કને સ્વતંત્ર દેશ જાહેર કરી દીધા હતા. હવે પુતિન ઈચ્છે છે કે યુક્રેન પણ આ બંનેને અલગ દેશ માને. પુતિનની આ માંગ પર ઝેલેંન્સ્કીએ કહ્યુ કે હું વાતચીત માટે તૈયાર છુ. હું સુરક્ષાની ગેરેન્ટી ઈચ્છુ છુ.

ઝેલેંન્સ્કીએ કહ્યુ કે આ બંને ક્ષેત્રોને રશિયા ઉપરાંત કોઈએ પણ હજુ સુધી સ્વીકાર્યા નથી. પરંતુ અમે આના પર ચર્ચા કરવા માટે તૈયાર છે. પરંતુ શરત એ હોય કે કેવી રીતે આ બંને દેશ આગળ વધશે. મારા માટે એ મહત્વનુ છે કે આ બંને દેશોમાં જે લોકો યુક્રેનમાં રહેવા માંગે છે તેમનુ શું થશે. યુક્રેનના જે લોકો કહેશે કે અમે એ લોકોને પોતાની સાથે ઈચ્છીએ છીએ. એવામાં સવાલ બંને ક્ષેત્રોને સ્વતંત્ર સ્વીકાર કરવાથી ઘણો વધુ મુશ્કેલ છે.

English summary
Ukraine President says I am no longer pressing for NATO membership.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X