'અમે બધા કીવમાં દેશની રક્ષા માટે અડગ છીએ..', યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાના હુમલાનો વીડિયો જાહેર કરી આપ્યો જવાબ

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસ્કીએ શુક્રવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

કીવઃ રશિયાના સતત હુમલાથી યુક્રેનની રાજધાની કીવમાં સ્થિતિ ખૂબ ખરાબ છે. રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કીવને ચારે તરફથી ઘેરી લીધી છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસ્કીએ શુક્રવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે સેના અને અન્ય સરકારી અધિકારીઓ સાથે રશિયાના આક્રમણ સામે કીવની રક્ષા કરવાનો સંકલ્પ લેતા દેખાઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેંન્સ્કીએ યુક્રેન કીવથી એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યુ છે કે, 'અમે બધા, અમારી સેના, બધા અધિકારી અને નાગરિકો દેશની રક્ષા માટે કીવમાં અડગ છીએ અને અડગ રહીશુ.'

યુક્રેનના રાષ્ટ્ર્પતિએ કહ્યુ - અમે પાછા નહિ હટીએ

યુક્રેનના રાષ્ટ્ર્પતિએ કહ્યુ - અમે પાછા નહિ હટીએ

ખાસ વાત એ છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસ્કીએ આ વીડિયો ખુદ જાહેર કર્યો છે. કીવ શહેરથી વીડિયો જાહેર કરવાનો હેતુ રશિયાના આક્રમણ વચ્ચે યુક્રેનથી ભાગવાની અફવાઓને શાંત કરવાનો હતો. આ વીડિયોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસ્કી કહી રહ્યા છે, 'અમે બધા અહીં(કીવ)માં છે. અમારી સેના અહીં છે. સમાજમાં નાગરિક અહીં છે. અમે બધા અહીં પોતાની સ્વતંત્રતા, પોતાના દેશની રક્ષા કરી રહ્યા છે અને આ એ જ રીતે રહેશે, અમે પાછા નહિ હટીએ.' આ વીડિયોમાં ઝેલેંસ્કી પોતાના પ્રધાનમંત્રી, ચીફ ઑફ સ્ટાફ, અન્ય વરિષ્ઠ સહયોગીઓ સાથે પ્રેસિડેન્ટ ભવનની બહાર ઉભેલા દેખાઈ રહ્યા છે.

'હું યુક્રેનમાં છુ અને મારો પરિવાર પણ યુક્રેનમાં છે..'

'હું યુક્રેનમાં છુ અને મારો પરિવાર પણ યુક્રેનમાં છે..'

આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસ્કીએ વધુ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસ્કી કહી રહ્યા હતા, 'હું યુક્રેનમાં છુ અને મારો પરિવાર પણ યુક્રેનમાં છે. મારા બાળકો પણ યુક્રેનમાં જ છે... કારણકે એ ગદ્દાર નથી. અમે યુક્રેનના નાગરિક છીએ. મને જાણવા મળ્યુ છે કે રશિયાનો સૌથી પહેલો ટાર્ગેટ હું અને બીજો ટાર્ગેટ મારો પરિવાર છે પરંતુ તેમછતાં હું અહીં જ છુ.'

ઝેલેંસ્કીએ કહ્યુ - અમને રશિયાનો હવે ડર નથી...

ઝેલેંસ્કીએ કહ્યુ - અમને રશિયાનો હવે ડર નથી...

આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસ્કીએ ગુરુવારે(24 ફેબ્રુઆરી) મોડી રાતે પોતાના એક ભાષણમાં કહ્યુ હતુ, 'હું 27 અલગ-અલગ 27 યુરોપીય નેતાઓ સાથે વાત કરી. મે તેમને પૂછ્યુ કે શું યુક્રેને નાટોમાં હોવુ જોઈએ... પરંતુ કોઈ જવાબ નથી આપતુ, બધા ડરે છે. પરંતુ હવે અમે નથી ડરતા. અમને હવે રશિયાનો પણ ડર નથી. યુક્રેન હવે રશિયા સાથે વાતચીત કરવાથી ડરવાનુ નથી.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X