For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેન સાથે ગદ્દારી સહન નહિ થાય, કોર્ટના ગેટ પર બધાની સામે જાસૂસને મારી ગોળી

રશિયા સાથે વાત કરવા માટે યુક્રેનના પ્રતિનિધિ મંડળના એક સભ્યની હત્યા કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવામાં દરેક સંભવ પ્રયત્નો અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે. અમેરિકા, યુરોપના ઘણા દેશોએ રશિયા પર ઘણા પ્રતિબંધ લગાવી રાખ્યા છે પરંતુ તેમછતાં આ બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ થવાનુ નામ નથી રહ્યુ. આ દરમિયાન રશિયા સાથે વાત કરવા માટે યુક્રેનના પ્રતિનિધિ મંડળના એક સભ્યની હત્યા કરી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ સભ્ય રશિયા સાથે મળીને જાસૂસી કરી રહ્યો હતો. જેની માહિતી સામે આવ્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જો કે, આ સમાચારની હજુ સુધી અધિકૃત પુષ્ટિ થઈ નથી પરંતુ ઘણા રિપોર્ટમાં આનો દાવો કરવામાં આવી રહ્યો છે.

કોર્ટના ગેટની સામે મારી ગોળી

કોર્ટના ગેટની સામે મારી ગોળી

મીડિયા રિપોર્ટ મુજબ સિક્યોરિટી સર્વિસ ઑફ યુક્રેન(SBU)પાસે ડેનિસ કિરીવ સામે જાસૂસીના પૂરતા પુરાવા હતા જેમાં ફોન પર તેની વાતચીતની રેકૉર્ડિંગ મહત્વની છે. આરોપ છે કે કિરીવની ધરપકડ કરાયા બાદ એસબીયુએ ગોળી મારી દીધી. તેની સામે જાસૂસીનો આરોપ હતો. કિરીવને યુક્રેનના પૂર્વ રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચની નજીક માનવામાં આવે છે કે જે રશિયા ભાગી ગયા હતા. એક સ્વતંત્ર રાજકીય વિશ્લેષક મારિયો દુબોવિકોવાએ જણાવ્યુ કે કિરીવને કીવની વચ્ચોવચ્ચ ગોલી મારવામાં આવી છે. તેને બધાની સામે મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. તેના માથામાં કોર્ટના ગેટ પર ગોળી મારવામાં આવી.

ઘણા મહત્વના પદ પર રહ્યા

ઘણા મહત્વના પદ પર રહ્યા

તમને જણાવી દઈએ કે 2006થી લઈને 2008 સુધી કિરીવે એસસીએમ ફાઈનાન્સ તરીકે કામ કર્યુ હતુ અને આ દરમિયાન તે ડેપ્યુટી જનરલ ડાયરેક્ટરના પદ પર હતા. ત્યારબાદ તે ઑસ્ટ્રિયન કંપની ગ્રુપ સ્લેલન એજી ક્લુયેવ સાથે કામ કરવા લાગ્યા. 2006થી 2010 સુધી તેમણે યુક્રેક્સિમ બેંકમાં સુપરવાઈઝરી બોર્ડમાં કામ કર્યુ. જ્યારે 2010-14 વચ્ચે તે બેંક ઑફ ઓશાદબેંકમાં ડેપ્યુટી ચેરમેનના પદે પણ રહ્યા. આ ઉપરાંત તેમણે પ્રાઈવેટ ઈક્વિટી ફંડ અને ફિક્સ્ડ ઈંકમ ફંડને મેનેજ કર્યુ.

પત્રકારે લગાવ્યા સંગીન આરોપ

પત્રકારે લગાવ્યા સંગીન આરોપ

ટેલીગ્રામ ચેનલ પર યુક્રેનના પત્રકારે ઓલેક્સેન્ડર ડ્યુબિંસ્કીએ લખ્યુ, ડેનિસ કિરીવ ઘણી બિઝનેસ કંપનીઓમાં કામ કરૂ ચૂક્યા છે. તે ઘણી બેંકોમાં પણ કામ કરી ચૂક્યા છે. છેવટે તે કેવી રીતે યુક્રેનના પ્રતિનિધિમંડળમાં શામેલ થયા, રશિયા સાથે વાતચીત કરવા માટે. હું એની શોધ રાષ્ટ્રપતિ ઑફિસમાં કરવા માંગુ છુ. રિપોર્ટ મુજબ સિક્યોરિટી સર્વિસ પાસે કિરીવની જાસૂસી અને ફોન પર વાતચીતનુ રેકૉર્ડિંગ છે.

English summary
Ukrainian member of delegation shot dead in fronू of court for spying.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X