For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીરિયામાં 93 હજારથી વધુના મોતઃ સંયુક્ત રાષ્ટ્ર

|
Google Oneindia Gujarati News

syria
અમેરિકાએ સીરિયન સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તેણે વિપક્ષી લડાકો વિરુદ્ધ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામા આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાસૂસી સૂચનાઓ અનુસાર નાની માત્રામાં કરવામાં આવેલા આ રાસાયણિક હુમલામાં અંદાજે દોઢસો લોકોના મોત થયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વાતના કોઇ પુરાવા નથી કે સીરિયન વિપક્ષે પણ આવા જ રાસાયણિક હુમલાઓનો સહારો લીધો છે. અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું છે કે, સરકારે તમામ સીમાઓ તોડી નાંખી છે અને હવે રાષ્ટ્રપતિ ઓબામા વિદ્રોહીઓને વધુ સૈન્ય સહાયતા પ્રદાન કરશે પરંતુ સ્વરૂપ નિશ્ચિત નથી.

બીજી તરફ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સરકારે રાસાયણિક હથિયારોના ઉપયોગની વાતનો ઇન્કાર કર્યો છે. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના નવીનતમ આંકડાઓ અનુસાર સીરિાયમાં જારી સંઘર્ષમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 93 હજાર લોકો માર્યા ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંગઠનનું કહેવું છે કે ગત જુલાઇથી અત્યારસુધી સીરિયામાં દર મહિને એવરેજ ઓછામાં ઓછા પાંચ હજાર લોકોના મોત થઇ રહ્યાં રહ્યાં છે. જોકે સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે આ આંકડા હજુ ઓછા છે કારણ કે તમામ મોતોને નોંધવામાં આવી નથી.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્તનું કહેવું છે કે મૃતકોમાં 80 ટકા પુરુષ છે અને 10થી ઓછી ઉમરના 1700 બાળકો પણ સામેલ છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખ નવી પિલ્લેએ કહ્યું છે કે ઘણીવાર આવા મામલા પણ સામે આવે છે, જેમાં બાળકો પ્રતાડિત કરવામાં આવ્યા અને બાદમાં તેમને મારી નાંખવામાં આવ્યા અથવા તો આખા પરિવારને બાળકો સહિત મારી નાંખવામાં આવ્યા. તેમણે કહ્યું કે, મૃતકોનો સૌથી વધુ દર એ દર્શાવે છે કે આ વિવાદ કેટલો બર્બર થઇ ચૂક્યો છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીરિયામાં છેલ્લા બે વર્ષતી જારી લડાઇમાં અત્યારસુધીમાં હજારો બાળકો માર્યા ગયા છે.

English summary
World body confirms death toll and says figure could be much higher with more than 5,000 reported killed each month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X