For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેલ્સન મંડેલાના માનમાં US જનરલ એસેબ્લીએ એવોર્ડ જાહેર કર્યો

|
Google Oneindia Gujarati News

સંયુક્ત રાષ્ટ્ર, 8 જૂન : દક્ષિણ આફ્રિકાના મહાન નેતા નેલ્સન મંડેલાના સન્માનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સંયુક્ત રાષ્ટ્ર નેલ્સન મંડેલા પુરસ્કાર શરૂ કરવાની જાહેરાત કરી છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂન દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે નેલ્સન મંડેલાને શબ્દો કે કોઇ સમારંભ યોજીને શ્રદ્ધાંજલિ આપી શકાય તેમ નથી.

nelson-mandela

નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો વિરોધ કરનારા ક્રાંતિકારી, રાજકારણી અને જનહિતેચ્છી હતા. તેમણે 1994થી 1999 સુધી રાષ્ટ્રપતિ તરીકે દેશની સેવા કરી હતી. ગયા વર્ષે તેમનું નિધન થઇ ગયું હતું.

બાન કી મૂને જણાવ્યું કે 'પ્રતિબંધના પ્રારંભિક દિવસોથી લઇને તાજેતરમાં 18 જુલાઇને નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસની જોહારાત કરવા સુધી સભાએ ઇતિહાસનો યોગ્ય પક્ષ અને તેમનો સાથ આપ્યો, જેની અમને સૌને સૌથી વધારે જરૂર છે.'

મૂને જણાવ્યું કે નેલ્સન મંડેલાના જીવનભરના કાર્યોને આ મહત્વપૂર્ણ પુરસ્કાર દ્વારા અમે એક ડગલું આગળ વધારી છે.દુનિયા માટે કામ કરવા માટે સભા હંમેશા તેમના કાર્યોમાંથી પ્રેરણા લેતી રહેશે. સત્તાવાર રીતે આ પુરસ્કારને આપવાનું 30 નવેમ્બર, 2014 બાદ શરૂ કરવામાં આવશે.

English summary
UN general assembly announced award in honour of Nelson Mandela
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X