For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર મિશન માત્ર યુએન જ કરી શકે છે ખત્મ

By Super
|
Google Oneindia Gujarati News

un_logo
સંયુક્ત રાષ્ટ્ર, 23 જાન્યુઆરીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા પર સંયુક્ત રાષ્ટ્ર પર્યવેક્ષક દળની પ્રાસંગિકતાને લઇને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બન્ને દેશો વચ્ચે ગરમા-ગરમી સાથેની ચર્ચા વ્ચચે વિશ્વ બોડી પ્રમુખ બાન કી મૂનના પ્રવક્તાએ કહ્યું છે કે માત્ર આ 15 સભ્યોની બોડીના નિર્ણયથી જ તેને ખત્મ કરી શકાય છે.

સુરક્ષા પરિષદે 1948માં ભારત અને પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય પર્યવેક્ષક દળ(યુએનએમઓજીઆઇપી)ની સ્થાપના કરી હતી. બાનના પ્રવક્તા માર્ટિને પ્રેસ ટ્રસ્ટને ઇમેલમાં કહ્યું હતું કે મહાસચિવનું વલણ હંમેશા આ રહ્યું છે કે યુએનએમઓજીઆઇપી હટાવવાનો નિર્ણય સુરક્ષા પરિષદ જ કરી શકે છે.

સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન દ્વારા શાંતિ મિશન પર કાલે આયોજિત જાહેર ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે યુએનએમઓજીઆઇપીની ભૂમિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે 1972ના શિમલા કારરે લઇ લીધી.

પુરીએ કહ્યું કે શિમલા કરાર બાદ બન્ને દેશોએ પોતાના મતભેદ વાતચીત થકી શાંતિપૂર્ણ રીતે નિરાકરણ કરવાનો નિશ્ચય કર્યો હતો.

પુરીએ કહ્યું હતું કે યૂએનએમઓજીઆઇપીએ આવંટિત સંસાધન કોઇ અન્ય ક્ષેત્ર કે મિશન પર ખર્ચ કરવામાં આવી શકે છે, જેથી આ સુનિશ્ચિત થાય કે મિતવ્યયતાના સમયમાં ઘનના સદુપયોગ છે. જમ્મૂ કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન હટાવવાના નિરાકરણને ખારીજ કરતા સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનમાં સ્થાયી પ્રતિનિધિ મસૂદ ખાને કહ્યું કે યૂએનએમઓજીઆઇપી સુરક્ષા પરિષદ પ્રસ્તાવ અનુસાર સંઘર્ષવિરામ પર નજર રાખી રહ્યાં છે અને તેવામાં તેના ક્ષેત્રાધિકાર સંપૂર્ણપણે વૈઘ, પ્રાસંગિક અને સંચાલનાત્મક છે.

ખાને કહ્યું કે બન્ને દેશો વચ્ચે પણ દ્વિપક્ષીય કરારના પર્યવેક્ષક દળની ભૂમિકા અથવા તેની વૈઘતા પ્રભાવિત નથી કરી. તેમણે કહ્યું કે, તથ્ય એ છે કે ભારત અને પાકિસ્તાન બન્ને દેશો ભારતીય યૂએનએમઓજીઆઇપીની મેજબાની કરી રહ્યાં છે.

ભારતે પાકિસ્તાન સાથે કાશ્મીર સહિત કોઇ પણ મુદ્દે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં હસ્તક્ષેપથી ઇન્કાર કર્યો છે.

વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે નવી દિલ્હીમાં કહ્યું હતું કે ભારતનું વલણ રહ્યું છે કે દ્વિપક્ષિય મુદ્દે બન્ને પક્ષે સાથે મળીને નિરાકરણ લાવવી જોઇએ.

યૂએનએમઓજીઆઇપી જમ્મૂ કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ રેખા પર 1949થી સ્થિત છે અને તે બન્ને પરમાણુ સંપન્ન દેશો વચ્ચે સંઘર્ષ વિરામ પર નજર રાખી રહ્યાં છે. હાલ કાશ્મીરમાં 39 સૈન્ય પર્યવેક્ષક વચ્ચે 25 આંતરરાષ્ટ્રીય અસૈન્ય નાગરીક છે અને 48 સ્થાનિક નાગરિક કર્મચારી છે.

English summary
As India and Pakistan clashed in the Security Council over relevance of the UN observer group at the LoC, a spokesperson for UN chief Ban Ki moon said the force can be terminated only by a decision of the 15-nation body.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X