For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી બોલ્યા- અમે દુનિયાને યુદ્ધ નહિ બુદ્ધ આપનાર દેશ

મોદી બોલ્યા- અમે દુનિયાને યુદ્ધ નહિ બુદ્ધ આપનાર દેશ

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્કઃ આજે યૂનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્લી એટલે કે ઉંગામાં ભારત માટે મહત્વનો દિવસ છે. ઉંગાના સ્ટેજ પર આજે પીએમ મોદીનું ભાષણ છે. પીએમ મોદી માટે આ બીજો અવસર છે જ્યારે UNGAને તેઓ સંબધિત કરશે. સાંજે સાત વાગીને 50 મિનિટ પર તેમનું સંબોધન શરૂ થશે. તેમણે આ સભાને અગાઉ વર્ષ 2014માં સંબોધિત કરી હતી. પીએમ મોદીનું આ વર્ષે UNGA સંબોધન એટલા માટે ખાસ છે કેમ કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટ્યા બાદ આ મહાસાભાનું આયોજન થયું છે. પીએમ મોદી ફ્રાન્સથી લઈ રશિયા સુધી એ વાતનો સંદેશો દુનિયાને આપી ચૂક્યા છે કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને જમ્મુ-કાશ્મીર રાજ્ય પર લેવામાં આવેલ ફેસલાથી સીમા પાર કોઈ અસર નહિ થાય.

modi

<strong>ભૂટાનમાં ક્રેશ થયું ભારતીય સેનાનું હેલિકોપ્ટર ચેતક, બે પાયલટ શહીદ</strong>ભૂટાનમાં ક્રેશ થયું ભારતીય સેનાનું હેલિકોપ્ટર ચેતક, બે પાયલટ શહીદ

Newest First Oldest First
8:19 PM, 27 Sep

પીએમ મોદીના ભાષણ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બહાર ભારતીય સમુદાયના લોકોએ ઢોલ નગારાં વગાડી જશ્ન મનાવ્યો.
8:18 PM, 27 Sep

પીએમ મોદી જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બહાર વિશાળ સંખ્યામાં ભારતીય લોકો એકઠા થઈ ગયા અને ભારત માતા કી જયના નારા લગાવ્યા.
8:06 PM, 27 Sep

મોદીએ વિવેકાનંદનો ઉલ્લેખ કરતા કહ્યું કે સવા સો વર્ષ પહેલા ભારતના આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદને શાંતિ અને સૌહાર્દનો સંદેશો આપ્યો હતો.
8:02 PM, 27 Sep

પીએમ મોદીએ કહ્યું કે આતંકના નામે દુનિયા ફંટાવા માગે છે. જે યૂએનના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
8:02 PM, 27 Sep

પીએમ મોદીએ કહ્યું કે ભારતે દુનિયાને યુદ્ધ નહિ બુદ્ધી આપી છે. માટે આતંકવાદ વિરુદ્ધ ભારતમાં આક્રોશ દેખાય છે અને ગંભીરતા પણ..
8:02 PM, 27 Sep

પીએમ મોદીએ કહ્યું કે પ્રયાસ અમારા છે, પરિણામ બધા માટે છે, આખા વિશ્વ માટે. તે માત્ર ભારતનું નહિ.
8:01 PM, 27 Sep

પીએમ મોદીએ કહ્યું કે- અમે આજે સબકા સાથ સબકા વિકાસનો મંત્ર લઈને આગળ વધી રહ્યા છીએ.
7:57 PM, 27 Sep

એક વિકાસશીલ દેશ જ્યારે દુનિયાનો સૌથી મોટો નાણ કાર્યક્રમ સફળતા પૂર્વક ચલાવે છે, માત્ર પાંચ વર્ષમાં 37 કરોડથી વધુ ગરીબોના ખાતા ખોલે છે તો તેની સાથે બનેલ વ્યવસ્થાઓ આખી દુનિયામાં વિશ્વાસ પેદા કરે છે.
7:56 PM, 27 Sep

પીએમ મોદીએ કહ્યું કે મારા માટે ગર્વનો વિષય છે કેમ કે આ વર્ષે આખું વિશ્વ મહાત્મા ગાંધીની 150મી જયંતિ મનાવી રહ્યું છે.
7:56 PM, 27 Sep

પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં દુનિયાની સૌથી મોટી હેલ્થ યોજના આયુષ્માન ભારત ચલાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે 5 વર્ષોમાં 11 કરોડ શૌચાલયો બનાવવામાં આવ્યાં.
7:55 PM, 27 Sep

મારી સરકારને પહેલાથી વધુ જનાદેશ આપ્યો જેને કારણે આજે હું અહીં છું. જ્યારે એક વિકાશસીલ દેશ દુનિયાનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન શરૂ કરે છે અને સફળતા પૂર્વક પૂરું કરે છે તો તે આખી દુનિયાને પ્રેરક સંદેશ આપે છે.
7:53 PM, 27 Sep

મોદીએ પોતાનું ભાષણ શરૂ કરતા કહ્યું કે ભારત આજે વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે. અમે પ્લાસ્ટિકથી મુક્ત થવા માટે કામ કરી રહ્યા છીએ.
7:38 PM, 27 Sep

પીએમ મોદીએ યૂનાઈટેડ નેશંસ જનરલ એસેમ્બલીમાં પોતાનું સંબોધન શરૂ કર્યું
4:40 PM, 27 Sep

ન્યૂયોર્કમાં પાકિસ્તાન વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
4:39 PM, 27 Sep

સુષ્મા સ્વરાજે 2015, 2016, 2017 અને 2018માં આ મહાસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદી ઉપરાંત આજે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનનું પણ સંબોધન છે. UNGA સ્ટેજ પર ભારત અને પાકિસ્તાનના આ ટકરાવે આજનો દિવસ ખાસ બનાવી દીધો છે.
4:39 PM, 27 Sep

જ્યારે પીએમ મોદી મહાસભાને સંબોધિત કરશે તો તેમનું ફોકસ પાકિસ્તાનથી કાશ્મીરમાં ફેલાઈ રહેલ આતંકવાદ પર હશે. પીએમ મોદીએ વર્ષ 2014માં આ મહાસભાને સંબોધિત કરી અને તે બાદ આ જવાબદારી પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે નિભાવી હતી.

English summary
UNGA 2019 Live: PM Modi to address General Assembly of UN today, get live update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X