અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 1813 લોકોના મોત
અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 1813 લોકોના મોત
વૉશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં કોરોના વાયરસનો તાંડવ સતત યથાવત છે, અહીં પાછલા 24 કલાકમાં કોરોનાથી 1813 લોકોના મોત થયા છે. જે ઉમેર્યા બાદ દેશમા કોરોનાથી મરનારની સંખ્યા વધીને 84059 થઈ ગઈ છે. જૉન હૉપકિન્સ યૂનિવર્સિટીએ આ જાણકારી આપી છે, જે બાદ અમેરિકાએ મોતના મામલે ચીનને પણ પાછળ છોડી દીધું છે, જણાવી દઈએ કે અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 14,14,779 છે જ્યારે 84, 059 દર્દી જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે બીજી તરફ ચીનમાં અત્યાર સુધીમા 82, 926 લોકો જ સંક્રમિત થયા હતા જ્યારે 4633ના મોત થયા છે.

ટ્રમ્પને ખોલવું છે લૉકડાઉન
કોરોનાના આ તાડવ છતાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ લોકોને બચાવવાને બદલે લૉકડાઉન જલદી જ ખોલવા માંગે છે, જ્યારે જાણકારોનું કહેવુ છે કે જો અમેરિકા લૉકડાઉન ખોલે છે તો આ ખતરનાક હશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી
જણાવી દઈએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એવા દેશોને ચેતવણી આપી છે જે લૉકડાઉન હટાવવા માટે તૈયાર થઈ રહ્યા હોય. ડબલ્યૂએચઓએ કહ્યું કે હાલ વધુ સતર્કતા દાખવવાની જરૂરત છે. જણાવી દઈએ કે ભારત સિવાય બ્રિટન અને અમેરિકા લૉકડાઉન હટાવવાની તૈયારી કરી રહ્યું છે. જ્યારે વિશેષજ્ઞોને ચિંતા છે કે આ મહામારીમાં સંક્રમણનો બીજો તબક્કો હજી આવવો બાકી છે.

ભારતમાં કોરોનાનો કહેર
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના મહામારી સતત મુશ્કેલીઓ વધારી રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં 74281 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 2415ના મોત થયા છે જ્યારે હજી પણ 47480 સક્રિય કેસ છે. વિશ્વભરમાં 44 લાખ 25 હજાર 657થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 2 લાખ 97 હજાર 765થી વધુ લોકોના મોત થયાં છે.












Click it and Unblock the Notifications
