For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાથી પરસ્ત થયું અમેરિકા, 24 કલાકમાં 1509ના મોત, માત્ર ન્યૂયોર્કમાં મૃતકોની સંખ્યા 10 હજારને પાર

કોરોનાથી પરસ્ત થયું અમેરિકા, 24 કલાકમાં 1509ના મોત, માત્ર ન્યૂયોર્કમાં મૃતકોની સંખ્યા 10 હજારને પાર

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ કોરોનાએ અમેરિકામાં હાહાકાર મચાવ્યો છે. અમેરિકામાં 20000થી વધુ મોત કોરોના વાયરસના કારણે થઈ ચૂક્યાં છે. જ્યારે પાછલા 24 કલાકમાં 1509 લોકોના મોત થયાં છે. માત્ર ન્યૂયોર્કમાં જ 10 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. કોરોનાના કારણે મોતના મામલે અમેરિકા ઈટલીથી પણ આગળ નીકળી ગયું છે.

donald trump

ઈટલીમાં કોરોનાથી મરનારની સંખ્યા 20465 થઈ ગઈ છે. જ્યારે અમેરિકામાં 21579 સુધી પહોંચી ગઈ છે. માત્ર ન્યૂયોર્કમાં જ 10 હજારથી વધુ મોત થયાં છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યૂ ક્યૂમોએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે આપણે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, પરંતુ આ સમય જલદી જ ખતમ થઈ જશે. આપણે ધીરે ધીરે જીવનને સામાન્ય રસ્તે લાવવાનું રહેશે.

જણાવી દઈએ કે અમેરિકામાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા એટલી વધી ગઈ છે કે અખબારમાં 11 પેજ પર તો માત્ર શ્રદ્ધાંજલિ અને શોક સંદેશ જ છાપવામાં આવ્યા. અમેરિકી પત્રકાર જૂલિયો રિકાર્ડો વરેલાએ ટ્વીટ કરી આ ન્યૂજ પેપરની તસવીર શેર કરી, જ્યાં 11 પાના પર માત્ર કોરોના વાયરસથી મરનાર લોકો માટે શોક સંદેશ છપાયેલા હતા. અગાઉ ઈટલીના એક અખબારમાં પણ આવી જ તસવીર છપાણી હતી, જ્યાં10 પાના પર માત્ર મૃત લોકોને શ્રદ્ધાંજલિ સંદેશ જ છાપવામાં આવ્યા હતા.

આજે પીએમ મોદીનુ રાષ્ટ્રને નામ સંબોધન, લોકોને છે આ આશાઆજે પીએમ મોદીનુ રાષ્ટ્રને નામ સંબોધન, લોકોને છે આ આશા

English summary
United States records 1,509 coronavirus deaths in past 24 hours,10000 Death in New York, America Coronavirus death toll crossed 20000
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X