For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

USમાં16000 નવજાત શિશુઓના હત્યારા ડૉક્ટરને 3 ઉંમરકેદની સજા

|
Google Oneindia Gujarati News

dr-kermit-gosnell
ફિલાડેલ્ફિયા, 29 જૂન : અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં એક ડૉક્ટરને ત્રણ નવજાત શિશુઓની હત્યાનો આરોપ સાબિત થતા એક સાથે ત્રણ ઉંમરકેદની સજા ફરમાવામાં આવી છે. પશ્ચિમી ફિલાડેલ્ફિયામાં પોતાના ક્લિનિકમાં 31 વર્ષ દરમિયાન તેમણે 16000 ગર્ભપાત કર્યા છે.

આ ડૉક્ટરનું નામ કેર્મિટ ગોન્સેલ છે. તેમની પર અસુરક્ષિત અને ખતરનાક રીતે ગર્ભપાત કરવા અને અપ્રશિક્ષિત કર્મચારીઓ રાખવાનો આરોપ સાબિત થયો છે. આ સાથે અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગ પર પણ ગોન્સેલના ક્લિનિકની અવગણના કરવાનો આરોપ છે.

ડૉ ગોન્સેલ આફ્રિકન અમેરિકન છે. તેમની હોસ્પિટલમાં ખૂબ સસ્તામાં ગર્ભપાત કરી આપવામાં આવતો હતો. તેથી અન્ય જગ્યાએ ના જઇ શકનારી કિશોરીઓ અહીં આવતી હતી. તેમના ક્લિનિકમાં પ્રકાશ ઓછો રહેતો અને મજબૂરી ના હોય તો ત્યાં જવાનું પસંદ ના કરો તેવી સ્થિતિ હતા. એક અનુમાન અનુસાર તેઓ વર્ષે 10.84 કરોડ રૂપિયા કમાણી કરતા હતા.

તેઓ પૈસા બચાવવા માટે અપ્રશિક્ષિત સ્ટાફ રાખતા હતા. તેમાંથી એક એનેસ્થેટિસ્ટ તો 10મુ ધોરણ પાસ પણ ન હતો. તેમના ક્લિનિકમાં તેઓ 24 સપ્તાહ સુધી ગર્ભપાત કરી આપતા હતા.

સામાન્ય રીતે કાયદેસર ગર્ભપાતમાં માતા બાળકને જન્મ આપે એ પહેલા ગર્ભને એક પ્રાણઘાતક દવાનું ઇન્જેક્શન આપવામાં આવે છે. પરંતુ ગોન્સેલ આવું કરતા ન હતા કારણ કે તે મોંઘું પડતું હતું. તેઓ બાળકનો જન્મ થવા દેતા. ત્યાર બાદ તેના કરોડરજ્જુને તોડીને મારી નાખતો હતો.

વર્ષ 2010માં પોલિસે એક ડ્રગ વોરન્ટ અંતર્ગત તેમના ક્લિનિક પર છાપો મારતા તેમના ક્લિનિકની બરણીઓમાં પગ, નાળીમાં હાડકાં અને ફ્રિજમાં ભૂણ મળી આવ્યા હતા. ત્યારે આ સમગ્ર બાબત બહાર આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે છેક 1993માં છેલ્લીવાર તેમના ક્લિનિકની તપાસ કરવામાં આવી હતી. ગોન્સેલનો કિસ્સો બહાર આવતા ગયા વર્ષે અમેરિકામાં એક નવો કડક કાયદો 122 બનાવવામાં આવ્યો છે.

English summary
US : 16,000 newborn's killer doctor gets 3 lifetime sentence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X