For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાદેનના જમાઇ જોર્ડનથી ધરપકડ, ન્યૂયોર્ક લઇ ગઇ FBI

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

laden-sulaiman-abu-ghaith
વોશિગ્ટન, 8 માર્ચ: આતંકવાદી સંગઠન અલકાયદાના સંસ્થાપક રહી ચૂકેલા ઓસામા બિન લાદેનના જમાઇ સુલેમાન અબૂ ગૈથની જોર્ડનથી ધરપકડ કરવામાં આવી છે. લાંબા ગાળાથી સઘન નજર રાખ્યા બાદ સુલેમાન અમેરિકાના હાથે લાગી ગયો છે. તેની ધરપકડ કર્યા બાદ એફબીઆઇ તેને ન્યૂયોર્ક લઇ ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુલેમાન અલ કાયદાના પ્રવક્તા રહી ચુક્યાં છે અને 9/11ના હુમલામાં તે પણ સંડોવાયેલો હતો. અમેરિકન સુરક્ષા દળના હાથમાં આવ્યા બાદ આતંકી સંગઠનના રહસ્યો પણ ખુલશે.

સુરક્ષા બળોએ અલ કાયદાના પૂર્વ નેતા ઓસામા બિન લાદેનના જમાઇ સુલેમાન અબૂ ગૈથની ધરપકડ કરી લીધી છે. સ્થાનિક સમાચારના જણાવ્યા અનુસાર તુર્કીના અધિકારીઓએ બિન લાદેનના જમાઇના ઠેકાણાની જાણકારી વોશિગ્ટનથી મળી હતી. તે મુજબ ઓસામા બિન લાદેનનો જમાઇ એક બનાવટી પાસપોર્ટ દ્રારા ઇરાનથી તુર્કી આવ્યો હતો. તુર્કીમાં અધિકારીઓએ સુલેમાન પર ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેને ઇરાન પાછો મોકલી આપ્યો હતો. બીજી તરફ અમેરિકાએ તુર્કીને કહ્યું હતું કે બિન લાદેનના જમાઇને અમેરિકન અધિકારીઓના હવાલે કરવામાં આવે જેથી આતંકવાદી ગતિવિધીઓમાં તેની સંડોવણી અંગે પુછપરછ કરી શકાય.

સુલેમાન અલકાયદાના પ્રવક્તા રહી ચુક્યા છે અને ટોપ લીડરમાં પણ સામેલ હતા. અમેરિકાના 9/11 હુમલામાં તેનો હાથ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકન સુરક્ષા દળોએ ઓસામા બિન લાદેનને મે 2011ના રોજ પાકિસ્તાનના એબટાબાદમાં ઠાર માર્યો હતો.

English summary
Laden's son-in-law has been captured by the United States, officials said on Thursday, in what a senior congressman called a "very significant victory" in the fight against al Qaeda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X