For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Election 2020: શું મતગણતરી પૂરી થતા પહેલા જ ટ્રમ્પ કરી દેશે પોતાની જીતનુ એલાન?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા રિપોર્ટને ખોટો રિપોર્ટ ગણાવીને ફગાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ મીડિયા રિપોર્ટને એક ખોટો રિપોર્ટ ગણાવીને ફગાવી દીધો છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે બેલેટ પેપર્સની ગણતરી સમયે આગળ રહેવાના સમાચાર આવ્યા તો તે પોતાની જીતનુ એલાન કરી દેશે. રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પે આ રિપોર્ટને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. તેમના કેમ્પઈન મેનેજર તરફથી રિપોર્ટને ખોટો ગણાવવામાં આવ્યો અને સાથે જ કહેવામાં આવ્યુ છે કે ટ્રમ્પ આ ચૂંટણીમાં આગળ રહેવાના છે.

trump

ચૂંટણી બાદ બહુ રાહ નહિ જોવી પડે

ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઈન મેનેજર જેસન મિલરે કહ્યુ કે ટ્રમ્પ મંગળવારની રાતે ઈલેક્ટોરલ વોટ્સમાં આગળ રહેવાના છે અને ત્યારબાદ ડેમોક્રેટ્સ ચૂંટણી બાદ આ મોકાને ચોરવાની કોશિશ કરશે. વેબસાઈટ એક્સિયૉસ ન્યૂઝ તરફથી ત્રણ બેનામ સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યુ હતુ કે ટ્રમ્પ મંગળવારે રાતે બેલેટની ગણતરીમાં આગળ રહેવા પર પોતાની જીતનુ એલાન કરી દેશે. આ ત્રણે સૂત્રો એવા હતા જે ટ્રમ્પના નજીકનાઓ સાથે જોડાયેલા હતા. રિપોર્ટમાં લખ્યુ છે, 'જો મહત્વના રાજ્યો જેવા કે પેન્સિલવેનિયામાં મોટી સંખ્યામાં મતોની ગણતરી ન થઈ અને ઈલેક્ટોરલ વોટ્સની સંખ્યા પર અનિશ્ચિતતા રહી તો પણ ટ્રમ્પ પોતાની જીતનુ એલાન કરી શકે છે.' ટ્રમ્પના સાથીઓના જણાવ્યા મુજબ જો તેમને જીત મેળવવી હોય તો પછી ઓહાયો, ફ્લોરિડા, નૉર્થ કેરોલિના, ટેકસાસ આઈઓવા, એરિજોના અને જ્યોર્જિયામાં મોટી લીડ મેળવવી પડશે. ટ્રમ્પે એક્સિયૉસના આર્ટિકલને તો માનવાની ના પાડી દીધી અને ખોટો ગણાવ્યો પરંતુ એ વાતની પુષ્ટિ પણ કરી કે તે મંગળવારની રાતે વોટિંગ બંધ થતા જ તે ગણતરી પણ બંધ કરાવવાની કોશિશ કરશે. ટ્રમ્પે નૉર્થ કેરોલિનામાં મીડિયાને કહ્યુ, 'મને નથી લાગતુ કે અમારે ચૂંટણી પછી બહુ રાહ જોવી પડશે. જેવી ચૂંટણી ખતમથશે અમે પોતાના વકીલો સાથે આગળ વધીશુ.'

જ્યાં જીત્યા હતા ટ્રમ્પ, ત્યાં હવે બિડેન હાવી

ન્યૂયોર્ક ટાઈમ્સ અને સિએના કૉલેજ પોલ તરફથી થયેલ એક પોલમાં પેન્સિલવેનિયા, ફ્લોરિડા, એરિજોના અને વેસ્કોન્સિન બધા રાજ્યોમાં બિડેન આગળ છે. આ પોલ જો સાચો સાબિત થયો તો ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગી શકે છે કારણકે આ બધા એ રાજ્યો છે જ્યાંથી વર્ષ 2016માં તેમને મોટી જીત મળી. આ જ રાજ્યો છે જેમણે ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનવામાં મોટી મદદ કરી હતી. બીજી તરફ સીએનએનના પોલમાં બિડેન આગળ છે. એરિજોના, મિશીગન અને નૉર્થ કેરોલિનામાં બિડેનને લીડ મળી રહી છે અને આ બધા રાજ્યોમાં વર્ષ 2016માં ટ્રમ્પને જીત મળી હતી. એબીસી અને વૉશિંગ્ટન પોસ્ટના પોલમાં પણ બિડેનને ગુડ ન્યૂઝ મળી રહ્યા છે. બિડેન, ટ્રમ્પના મુકાબલે ફ્લોરિડામાં બે ટકા સાથે આગળ છે. બિડેનને 50 ટકા અને ટ્રમ્પને 48 ટકાની લીડ જોવા મળી રહી છે. આ પોલમાં બિડેન પેન્સિલવેનિયામાં 51 ટકા જ્યારે ટ્રમ્પને 44 ટકાની લીડ મળી રહી છે.

Gujarat bypolls 2020: સવારે 11 વાગ્યા સુધીના મતદાનના આંકડાGujarat bypolls 2020: સવારે 11 વાગ્યા સુધીના મતદાનના આંકડા

English summary
US Election 2020: Is Trump planned to declare victory before Vote Count?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X