For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુએસ ચૂંટણીઃ ત્રીજી ચર્ચામાં ટ્રમ્પને મ્યૂટ કરી શકશે બિડેન, ટ્રમ્પે નોંધાવ્યો વિરોધ

રાષ્ટ્રપતિ ચર્ચાનુ આયોજન કરનાર પંચ તરફથી છેલ્લી ચર્ચા માટે એક મ્યૂટ બટન પણ આપવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ 22 ઓક્ટોબરે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા યોજાનારી ત્રીજી અને છેલ્લા ચર્ચાનુ આયોજન થવાનુ છે. 29 સપ્ટેમ્બરે રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બિડેન વચ્ચે પહેલી ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ ચર્ચાનુ આયોજન કરનાર પંચ તરફથી હવે છેલ્લા ચર્ચા માટે એક મ્યૂટ બટન પણ આપવામાં આવ્યુ છે. આ મ્યૂટ બટન વિશે હવે ટ્રમ્પ કેમ્પેઈન તરફથી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ટ્રમ્પ કેમ્પેઈને આના પર વિરોધ નોંધાવ્યો છે પરંતુ ટ્રમ્પ તરફથી ભાગીદારીની પુષ્ટિ કરી છે.

trump-biden

પહેલી ચર્ચામાં થયા જોરદાર વ્યક્તિગત હુમલા

29 સપ્ટેમ્બરે થયેલી પહેલી ચર્ચામાં ટ્રમ્પે બિડેન પર જોરદાર વ્યક્તિગત ટિપ્પણીઓ કરી હતી. બિડેન તરફથી પણ આનો જવાબ આપવામાં આવ્યો હતો. હવે કમિશન તરફથી આ રીતના સ્તરને અટકાવવા માટે એક મ્યૂટ બટન આપવામાં આવ્યુ છે. એટલે કે ચર્ચાની શરૂઆતમાં ચર્ચામાં શામેલ થઈ રહેલ ટ્રમ્પ અને બિડેનને મોકો મળશે કે જ્યારે આગલો દાવેદાર પોતાની 15 મિનિટની ચર્ચા શરૂ કરે ત્યારે શરૂઆતની બે મિનિટ સુધી તે માઈક્રોફોનને મ્યૂટ કરી શકે છે. બંને માઈક્રોફોનને આટલી સમય સીમા બાદ અનમ્યુટ કરવાની મંજૂરી મળી મળશે. ટ્રમ્પના કેમ્પેઈન તરફથી આનો વિરોધ કરવામાં આવ્યો છે. કેમ્પેઈન મેનેજર બિલ સ્ટીફન તરફથી પંચને પત્ર લખવામાં આવ્યો છે. આમાં લખ્યુ છે, 'ચર્ચાના નિયમોમાં છેલ્લી મિનિટે ફેરફાર કરવામાં આવ્યા છે અને તે સંપૂર્ણપણે પક્ષપાતી છે તેમછતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ, જો બિડેન સાથે ચર્ચા કરવા માટે પ્રતિબદ્ધ છે.'

બિડેનનો ફાયદો કરાવવાનો આરોપ

સ્ટીફને પંચ પર આરોપ લગાવ્યો છે કે તે એકતરફી નિર્ણયના કારણે બિડેનને ફાયદો પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. બિડેન કેમ્પેઈન તરફથી આના પર હાલમાં કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ત્રણ નવેમ્બરે યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે ઘણા રાજ્યોમાં અર્લી વોટિંગ શરૂ થઈ ચૂક્યુ છે. ટ્રમ્પના કેમ્પેઈન મેનેજર બિલ સ્ટીફન તરફથી પત્રમાં એક પ્રકારે કમિશનને જે પત્ર લખવામાં આવ્યો છે તે એકદમ ધમકીભર્યા અંદાજમાં છે. સ્ટીફનનુ કહેવુ છે કે આખી ચર્ચાને એક મજાક બનાવીને મૂકી દીધી છે.

ફેબ્રુઆરી 2021 સુધી ભારતની અડધી વસ્તીને થઈ શકે છે કોરોનાફેબ્રુઆરી 2021 સુધી ભારતની અડધી વસ્તીને થઈ શકે છે કોરોના

English summary
US Election 2020: Third presidential debate to have mute button, Trump oppose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X