US Election 2020: ડોનાલ્ડ ટ્રમ્પે બિડેન પર ડ્રગ્સ લેતા હોવાનો આરોપ લગાવ્યો

US Election 2020: ડોનાલ્ડ ટ્રમ્પે બિડેન પર ડ્રગ્સ લેતા હોવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હીઃ American Presidecial Election નજીક હોય આ દેશમાં રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રતિદ્વંદી અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન પર ગંભીર આરોપો લગાવ્યા. ટ્રમ્પે કહ્યું કે રાજનૈતિક દલીલોમાં સારું પ્રદર્શન કરવા માટે બિડેન ડ્રગ્સ લે છે. તેમણે કહ્યું કે બિડેનનો ડ્રગ્સ ટેસ્ટ કરાવવો જોઈએ.

donald trump

ફૉક્સ ન્યૂજ સાથે એક ઈન્ટર્વ્યૂ દરમ્યાન અમેરિકી પ્રેસિડેન્ટ જજો બિડેન પર વિવાદિત નિવેદન આપતા કહ્યું કે બિડેનમાં જોવા મળતા સુધારાના કારણ તેઓ જણાવવા માંગે છે. તેમણે કહ્યું કે દલીલ પહેલા જો બિડેન કંઈક એવો પદાર્થ લઈ રહ્યા ચે જે તેમને વિચારવાની સ્પષ્ટા આપી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રાજનૈતિક ડિબેટમાં સારું પ્રદર્શન કરવા માટે તેઓ ડ્રગ્સ લે છે. ઈન્ટર્વ્યૂ દરમ્યાન ટ્રમ્પે કહ્યું કે શરૂઆતમાં જ્યારે કેટલાય ડેમોક્રેટ ઉમેદવારો સ્ટેજ પર હતા ત્યારે બિડેનનું પ્રદર્શન બહુ ખરાબ હતું. પરંતુ હવે તેમની ડિબેટ કરવાની રીત ઘણી સુધરી ગઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની માંગ રિપિટ કરતા કહ્યું કે 29 સપ્ટેમ્બરે થનાર ડિબેટ પહેલા બિડેનના ડ્રગ ટેસ્ટ કરાવવા જોઈએ. ટ્રમ્પે કહ્યું કે પોતે પણ ડ્રગ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવી કોશિશોમાં રહ્યા છે કે 77 વર્ષના જો બિડેનને માનસિક રીતે કમજોર કરી શકે. જ્યારે ભારતીય મૂળના સીનેટર અને ડેમોક્રેટિક પાર્ટીના ઉપ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર કમલા હેરિસે હિલેરી ક્લિંટન સાથે મળી 1 કાર્યક્રમમાં 60 લાખ ડોલર એકઠા કર્યા. આ કાર્યક્રમ દરમ્યાન બંનેએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ભારે મજાક ઉડાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X