US Election: ચૂંટણી પહેલા ટ્રમ્પ અને બિડેન વચ્ચે ફાઈનલ પ્રેસિડેન્સિયલ ડિબેટ, જાણો કોણે શું કહ્યુ

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન વચ્ચે છેલ્લી/ફાઈનલ પ્રેસિડેન્શિયલ ડિબેટ શરૂ થઈ ચૂકી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન વચ્ચે છેલ્લી/ફાઈનલ પ્રેસિડેન્શિયલ ડિબેટ શરૂ થઈ ચૂકી છે. છેલ્લી ડિબેટ નેશવિલમાં થઈ રહી છે. ટ્રમ્પ આ ડિબેટમાં માસ્ક પહેર્યા વિના પહોંચ્યા છે. ચર્ચાની શરૂઆત કોરોના વાયરસથઈ થઈ. અમેરિકી રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પે કહ્યુ કે કોરોના વાયરસ સામે લડવા માટે થોડાક જ સપ્તાહમાં વેક્સીન આવી જશે. વળી, ડેમોક્રેટિક પાર્ટીના જે બિડેને પલટવાર કર્યો કે ટ્રમ્પ પાસે કોરોનાથી લડવાનો કોઈ પ્લાન નથી.

trump-biden

જાણો કોણે શું કહ્યુ?

ટ્રમ્પે કહ્યુ, 'મને ઘણા દેશોના પ્રમુખો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે જે અમે કરવા માટે સક્ષમ છે.' જો બિડેને જવાબ આપ્યો, એક પ્રસિદ્ધ મેગેઝીને તેમની પ્રતિક્રિયા એકદમ દુઃખદ કહી છે.

જો બિડેને કહ્યુ - કોવિડ 19ના કારણે અમેરિકામાં 220,000 લોકોના મોત બાદ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી માટે અયોગ્ય ઘોષિત કરવા જોઈએ.શું ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીના ચીનમાં બેંક ખાતા છે, આના જવાબમાં ટ્રમ્પે કહ્યુ કે મારી પાસે બહુ બધા બેંક અકાઉન્ટ છે અને બધા અલગ અલગ જગ્યાએ લિસ્ટેડ છે. હું ચીન સાથે ડીલ કરવા માટે વિચારી રહ્યો હતો પરંતુ મે હવે તે ન કરવાનો નિર્ણય કર્યો છે. મારુ ત્યાં અકાઉન્ટ હતુ જેને મે બંધ કરાવી દીધુ છે.

આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડેન વચ્ચે 15 ઓક્ટોબરે થનારી બીજી પ્રેસિડેન્સિયલ ડિબેટ રદ થઈ ગઈ હતી.ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પૉઝિટીવ મળી આવ્યા હતા માટે 15 ઓક્ટોબરે બીજી ડિબેટ રદ કરવામાં આવી હતી. ત્રણ નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી છે. ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ છે. વળી, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જે બિડેન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X