For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા હુમલોઃ પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂતે પાક વિદેશ સચિવને આપી ચેતવણી!

ગુરુવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે.

|
Google Oneindia Gujarati News

ગુરુવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે. શુક્રવારે પાકિસ્તાનમાં તૈનાત અમેરિકી રાજદૂત પૉલ જોન્સે પાકિસ્તાની વિદેશ સચિવ તહમા જંજુઆને બોલાવ્યા. જોન્સે તહમિનાને પોતાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક કડક સંદેશ આપવા માટે બોલાવ્યા હતા. પાકિસ્તાન મીડિયાએ વિદેશ વિભાગના સૂત્રોના હવાલાથી આ અંગેની જાણકારી આપી છે. જો કે મીડિયાએ એ નથી જણાવ્યુ કે જોન્સે તહમિના સાથે શું વાત કરી છે.

હુમલા બાદની સ્થિતિઓ માટે કર્યા એલર્ટ

હુમલા બાદની સ્થિતિઓ માટે કર્યા એલર્ટ

આ મીટિંગ પુલવામા હુમલા બાદ આ અંગેની ચર્ચા કરવા માટે થઈ. પુલવામા આતંકી હુમલાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધારી દીધો છે. અમેરિકી એમ્બેસીના પ્રવકતા રિચર્ડ સ્નેલસાઈર તરફથી જણાવવામાં આવ્યુ છે કે અમેરિકી એમ્બેસી માટે આ મુલાકાત ઘણી જરૂરી હતી. પરંતુ રિચર્ડે મીટિંગ સાથે જોડાયેલી જાણકારીઓ શેર કરવાની મનાઈ કરી. વળી, સૂત્રોની માનીએ તો આ મીટિંગમાં પાકિસ્તાનને અમેરિકાએ હુમલા બાદ થનારી પરિસ્થતિઓ વિશે સ્પષ્ટ સંદેશ આપ્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયો તરફથી પણ આ જ વાત કહેવામાં આવી છે અને તેમણે સ્પષ્ટ કરી દીધુ છે કે પાકને દેશની અંદરની આતંકી છાવણીઓને ખતમ કરવાની રહેશે. પોપેયોએ પણ ટ્વીટ કરીને કહ્યુ છે કે ભારત આતંકવાદનો સામનો કરી રહ્યો છે અને પાકિસ્તાનમાં હાજર આતંકીઓની સુરક્ષિત છાવણી આંતરરાષ્ટ્રીય સમાજ માટે મોટુ જોખમ છે.

પાકિસ્તાનને અમેરિકાએ આપી ચેતવણી

પાકિસ્તાનને અમેરિકાએ આપી ચેતવણી

આ હુમલાઓની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી છે. હુમલા બાદ વ્હાઈટ હાઉસ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ. આ નિવેદનમાં અમેરિકાએ પાકને સ્પષ્ટ કહ્યુ છે કે તે આતંકીઓને મળી રહેલ સમર્થન અને તેમને મળેલ સુરક્ષિત છાવણીઓને તરત જ ખતમ કરે. અમેરિકાએ આ સાથે હુમલાની નિંદા પણ કરી. તેમણે કહ્યુ કે, અમેરિકા, પાકિસ્તાનને આદેશ આપે છે કે તે તરત જ આતંકીઓને મળી રહેલ સમર્થન અને તેમની સુરક્ષિત છાવણીઓને ખતમ કરે.

આતંકીઓનો બસ એક જ હેતુ

આતંકીઓનો બસ એક જ હેતુ

વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યુ હતુ કે પાકિસત્ન સ્થિત આતંકી સંગઠનોનો બસ એક જ હેતુ છે ક્ષેત્રમાં આતંકવાદ, હિંસા અને અરાજકતાની સ્થિતિ પેદા કરવી. પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થઈ ચૂક્યા છે. સારા સેંડર્સે કહ્યુ કે આ હુમલો આ ભાવનાને પણ મજબૂત કરે છે કે અમેરિકા અને ભારત વચ્ચે કાઉન્ટર-ટેરરિઝનને વધુ પ્રોત્સાહન આપવુ પડશે. આ દરમિયાન અમેરિકાના વિદેશ વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં હાજર બધા દેશોની જવાબદારી છે કે તે એક પ્રસ્તાવ પાસ કરીને આતંકીઓના સુરક્ષિત છાવણીઓવાળા દેશોની નિંદા કરે.

અમેરિકાએ દરેક કાર્યવાહી માટે કર્યુ સમર્થન

અમેરિકાએ દરેક કાર્યવાહી માટે કર્યુ સમર્થન

શુક્રવારે સવારે ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જૉન બોલ્ટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એનએસએ અજિત ડોભાલ સાથે ફોન પર વાત કરી. બોલ્ટને આ દરમિયાન ડોભાલને સ્પષ્ટ કહ્યુ કે આત્મરક્ષા માટે ભારત જે પણ નિર્ણય લેશે કે પગલુ લેશે, અમેરિકા તેનુ સમર્થન કરે છે. બોલ્ટને પુલવામા હુમલા પર શોક વ્યક્ત કર્યો અને ભારતના કાઉન્ટર-ટેરરિઝનમાં તેની પૂરી મદદ કરવાનો ભરોસો આપ્યો છે. બોલ્ટને ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યુ, ‘મે અજિત ડોભાલ સાથે વાતચીત કરી અને કહ્યુ કે અમે ભારતની આત્મરક્ષાના અધિકારનું સમર્થન કરીએ છીએ. મે તેમની સાથે બે વાર વાત કરી છે અને અમેરિકા તરફથી સંવેદના વ્યક્ત કરી છે.' બોલ્ટને કહ્યુ કે અમેરિકા એ વાત અંગે બહુ સ્પષ્ટ છે કે પાકિસ્તાનને આતંકીઓની સુરક્ષિત છાવણીઓને નષ્ટ કરવી જ પડશે.

આ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ આઈઈડી નહિ 80 કિલો આરડીએક્સથી થયો હુમલોઆ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ આઈઈડી નહિ 80 કિલો આરડીએક્સથી થયો હુમલો

English summary
US envoy to Pakistan has given a President Donald Trump's strong message to foreign secretary after Pulwama terror attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X