મહિલા દિવસે દિલ્હી ગેંગરેપ પીડિતાને સમ્માનિત કરશે અમેરિકા

પેરામેડિકલની આ વિદ્યાર્થિની ઉપરાંત દુનિયાભરની અન્ય 9 બહાદુર મહિલાઓને અમેરિકા તરફથી સમ્માનિત કરવામાં આવશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ યુવતી સાથે ચાલતી બસમાં ગેંગરેપના મામલાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. પહેલા દિલ્હી અને બાદમાં સિંગાપૂરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ મામલાના છ આરોપી છે જેમની પર સામુહિક બળાત્કાર અને હત્યાની કલમ હેઠળ કેસ ચાલી રહ્યા છે. આ ઘટના બાદ મહિલાઓની સુરક્ષાને લઇને મોટાપાયે આંદોલન ચાલ્યું હતું. લોકોના ગુસ્સાને જોઇને કેન્દ્ર સરકારે મહિલાઓ સાથે જોડાયેલા કાયદાઓમાં ફેરફાર કર્યા જેનાથી મહિલાઓની સુરક્ષા વધારી શકાય.












Click it and Unblock the Notifications
