us gold card visa : શું છે ડોનાલ્ડ ટ્રમ્પના ગોલ્ડ કાર્ડ વિઝા? જાણો કેમ સતત ચર્ચામાં છે?
us gold card visa : સૌથી વધુ ચર્ચામાં રહેલી વિઝા યોજનાઓમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગોલ્ડ કાર્ડ વિઝા યોજના હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.
આ યોજનામાં સામેલ થવા વ્યક્તિઓને પાંચ મિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ 43 કરોડનું રોકાણ કરવું પડશે.

ટ્રમ્પના ટોચના અધિકારી હૉવર્ડ લુટનિકે દાવો કર્યો કે આ ગોલ્ડ કાર્ડ યોજનાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. લુટનિકના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 1,000 કાર્ડ વેચાઈ ચૂક્યા છે, જેમાંથી કુલ 5 બિલિયન ડોલર એકત્ર કરવામાં આવ્યા છે. અમેરિકાનું લક્ષ્ય એક કરોડ ગોલ્ડ કાર્ડ વેચવાનું છે, જેનાથી વિશાળ રકમ એકત્ર કરી શકાશે.
ઓલ-ઇન પોડકાસ્ટ પર યુએસ વાણિજ્ય સચિવ લુટનિકે જણાવ્યું કે વિશ્વમાં ૩૭ મિલિયન લોકો એવા છે, જેઓ આ કાર્ડ ખરીદવાની ક્ષમતા ધરાવે છે. ટ્રમ્પ માને છે કે જો 1 મિલિયન ગોલ્ડ કાર્ડ વેચી શકાય તો 5 ટ્રિલિયન ડોલર જેટલી રકમ એકત્ર થઈ શકે.
લુટનિકના મતે, ટ્રમ્પનો ગોલ્ડ કાર્ડ પ્લાન હાલના EB-5 ઇન્વેસ્ટર વિઝાનો વિકલ્પ બની શકે છે. આ કાર્ડ દ્વારા મોટા રોકાણકારોને અમેરિકામાં કાયમી નિવાસ મેળવવાની તક મળશે. અગાઉ લુટનિકે જણાવ્યું હતું કે આ ગોલ્ડ કાર્ડમાં 2.5 લાખ લોકો રસ દર્શાવી ચૂક્યા છે.
આ યોજના ટ્રમ્પના મગજની ઉપજ છે. લુટનિકે જણાવ્યું કે, ટ્રમ્પના વિચારને અમલમાં મૂકવાનું મારું કામ હતું અને મેં તે કેવી રીતે કરવું તે શોધી કાઢ્યું. આ યોજના એ માત્ર રોકાણકારો માટે એક સારી તક છે કે નહીં તે સમય જ બતાવશે.












Click it and Unblock the Notifications
