ભારત-પાક. શાંતિ અને સ્થિરતા બનાવી રાખે એવી USને ઉમેદ

પેંટાગન પ્રેસ સચિવ જોર્જ લિટિલે જણાવ્યું કે અમે અને અમારા ભારતીય અને પાકિસ્તાની ભાગીદાર એવી આશા રાખીએ છીએ કે દક્ષિણ એશિયામાં અમે સાથે મળીને શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરી શકે છે. તેમણે એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે રક્ષામંત્રી લિયોન પેનેટા ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઐતિહાસિક વિવાદથી પરિચિત છે.
તેમણે જણાવ્યું કે આતંકવાદ સામે કડકાઇથી લડનાર ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વમાં બધા જ દેશોની સાથે છે. આતંકવાદી સામાન્ય માણસને મારવા ઇચ્છે છે. ભલે તે પાકિસ્તાની હોય, ભારતીય હોય કે પછી અમેરિકન નાગરિક હોય.
લિટિલે જણાવ્યું કે આપણે બધા આતંકવાદનો શિકાર બન્યા છીએ. અમારુ માનવું છે કે આપણે દુનિયાભરના વિવિધ દેશોમાં સક્રિય આતંકવાદી સંગઠનોની સામે મળીને લડવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે અમેરિકન અધિકારી ભારતીય અધિકારીઓ સાથે નિયમીત વાતચીત કરી રહ્યા છે. અમે ભારતીય સરકાર સાથે પ્રભાવશાળી વાતચીત અને સારા સંબંધ બનાવવાની જવાબદારી રક્ષા ઉપમંત્રી એશ્ટન કાર્ટરને સોપી છે.
અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે માત્ર એક દિવસ પહેલા જ મંગળવારે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુકાશ્મીરના પૂછ જિલ્લામાં નિયંત્રણ રેખાની અંદર ઘુસીને બે ભારતીય જવાનોની કરપીણ હત્યા કરી નાખી હતી, જેની ભારત દ્વારા કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
