For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકી કોંગ્રેસના સભ્યોએ મહાત્મા ગાંધીની 151મી જયંતિ પર આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 151માં જન્મદિવસ પર અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટીવે શ્રદ્ધાંજલિ આપી છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 151માં જન્મદિવસ પર અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટીવે શ્રદ્ધાંજલિ આપી છે. ગાંધી જયંતિના પ્રસંગે કોંગ્રેસ સભ્ય રોહિત ખન્નાએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપીને કહ્યુ, ન્યાય સામે સર્વશ્રેષ્ઠ લડાઈ અહિંસાના સિદ્ધાંતો સાથે લડી શકાય છે. કોંગ્રેસ સભ્ય ટૉમ સૂજીએ કહ્યુ કે મહાત્મા ગાંધીએ માનવ ઈતિહાસમાં મોટો ફેરફાર કર્યો છે. તેમના કામથી ઘણા લોકો પ્રેરિત થયા. કોંગ્રેસના એક અન્ય સભ્ય ટીજે કોક્સા અને માઈક ફિટપેટ્રિકે પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને ગાંધીજીના નિસ્વાર્થ સેવાભાવને યાદ કર્યા.

mahatma gandhi

કોક્સાએ કહ્યુ કે મને લાગે છે કે આપણે ગાંધીજીના સિદ્ધાંતોને સૌથી વધુ સમ્માન પરસ્પર મતભેદને ભૂલાવીને આ દુનિયાને સૌના માટે સમાન બનાવીને આપી શકીએ છીએ. ફિટપેટ્રિકે કહ્યુ કે ગાંધીજીનુ માનવુ હતુ કે ખુદની શોધનો સૌથી સારો રસ્તો છે કે તમે બીજાની સેવામાં ખુદને ન્યોછાવર કરી દો. ઘણા અન્ય કોંગ્રેસ સભ્યોએ પણ મહાત્મા ગાંધીની જયંતિ પર તેમને યાદ કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ આર્પિત કરી. કોંગ્રેસ સભ્ય એમી બેરાએ કહ્યુ કે ગાંધી આપણા બધાના માટે પ્રેરણસ્ત્રોત છે.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈને મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પ અર્પિત કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. પીએમ મોદીએ ગાંધીજીને યાદ કરીને ટ્વિટ કરીને કહ્યુ, આપણે ગાંધી જયંતિ પર પ્યારા બાપૂને નમન કરીએ. તેમના જીવન અને વિચારોમાંથી શીખવા માટે ઘણુ બધુ છે. બાપૂના આદર્શ આપણને સમૃદ્ધ અને કરુણ ભારત બનાવવામાં માર્ગદર્શન આપતા રહેશે. પીએમ મોદીએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં પીએમ મોદી ગાંધીજીના આદર્શોને યાદ કર્યા છે.

મહાત્મા ગાંધીઃ ઈતિહાસ, સંઘર્ષ, આંદોલનો અને આત્મકથામહાત્મા ગાંધીઃ ઈતિહાસ, સંઘર્ષ, આંદોલનો અને આત્મકથા

English summary
US House pays tribute to Mahatma Gandhi on his birth anniversary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X