For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US: કમલા હેરિસે સેનેટથી રાજીનામું આપ્યું, બુધવારે અમેરિકાની પહેલી મહિલા વાઈસ પ્રેસિડેન્ટ બની જશે

US: કમલા હેરિસે સેનેટથી રાજીનામું આપ્યું, બુધવારે અમેરિકાની પહેલી મહિલા વાઈસ પ્રેસિડેન્ટ બની જશે

|
Google Oneindia Gujarati News

Kamala Harris Resignation: અમેરિકાના નવા ચૂંટાયેલા પહેલા મહિલા વાઈસ પ્રેસિડેન્ટ કમલા હૈરિસે સોમવારે ઔપચારિક રૂપે સેનેટની સભ્યતાથી રાજીનામું આપી દીધું. હવે તેઓ બુધવારે એટલે કે 20 જાન્યુઆરીએ અમેરિકાની પહેલી મહિલા વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પદના શપથ ગ્રહણ કરશે. સેનેટથી રાજીનામું આપવાની સાથે જ ભારતીય મૂળની 58 વર્ષીય કમલા હૈરિસનું અમેરિકી કોંગ્રેસના ઉચ્ચ સદનમાં તેનો ચાર વર્ષનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો છે. કમલા હૈરિસે આ રાજીનામું જો બિડેનના પ્રેસિડેન્ટ પદના શપથ ગ્રહણના 2 દિવસ પહેલા આપ્યું.

kamala harris

જણાવી દઈએ કે ભારતીય મૂળની કમલા હૈરિસે નવેમ્બર 2016માં સેનેટની ચૂંટણીમાં જીત નોંધાવી હતી અને જાન્યુઆરીમાં ઉચ્ચ સદનની સદસ્યતાના શપથ લીધા હતા. 3 નવેમ્બર 2020ના રોજ થયેલ અમેરિકી પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર અને ડેમોક્રેટિક પાર્ટીએ ભારી મતોથી જીત નોંધાવ્યા બાદ વાઈસ પ્રેસિડેન્ટ ઉમેદવાર કમલા હૈરિસ બુધવારે શપથ ગ્રહણ કરી ઈતિહાસ રચી દેશે. શપથ ગ્રહણ કર્યા બાદ કમલા હૈરિસ અમેરિકાની પહેલી મહિલા, પહેલી અશ્વેત અને દક્ષિણ એશિયાઈ મૂળની પહેલી વાઈસ પ્રેસિડેન્ટ બની જશે.

છેલ્લા દિવસે ટ્રંપની ક્ષમાદાન યોજના, 100 અપરાધીઓને આપશે ક્ષમા, લિસ્ટમાંથી પોતાને રાખ્યા બાકાતછેલ્લા દિવસે ટ્રંપની ક્ષમાદાન યોજના, 100 અપરાધીઓને આપશે ક્ષમા, લિસ્ટમાંથી પોતાને રાખ્યા બાકાત

જાણીને તમે દંગ રહી જશો કે 20 જાન્યુઆરીએ થનાર શપથ ગ્રહણ સમારોહામં કમલા હૈરિસને અમેરિકાની પહેલી લૈટિન અમેરિકી ન્યાયમૂર્તિ સોનિયા સોટોમાયોર વાઈસ પ્રેસિડેન્ટ પદના શપથ લેવડાવશે. આ દરમ્યાન 6 જાન્યુઆરી 2021ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકો દ્વારા કેપિટલ હિલ પર કરેલ ઘાતક હુમલા બાદથી જો બિડેનના શપથ ગ્રહણ સમારોહ પહેલાં તણાવની સ્થિતિ બનેલી છે. કેપિટોલ હિલમાં સુરક્ષાને અલર્ટ પર રાખવામાં આવી છે, આ ક્રમમાં બે દિવસ માટે પરિસરમાં એન્ટ્રી અને એક્ઝિટને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

English summary
US: Kamala Harris resigns from Senate, will create history tomorrow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X