For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાઃ શિકાગોની ફ્રીડમ ડે પરેડમાં ગોળીબાર, 6 લોકોના મોત, 24 ઘાયલ

અમેરિકામાં ગન કલ્ચર અટકવાનું નામ નથી લઈ રહ્યુ. શિકાગોના હાઈલેન્ડ પાર્કમાં સોમવારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી...

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકામાં ગન કલ્ચર અટકવાનું નામ નથી લઈ રહ્યુ. શિકાગોના હાઈલેન્ડ પાર્કમાં સોમવારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ પ્રસંગે ત્યાં પરેડ પણ કાઢવામાં આવી હતી પરંતુ અચાનક અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનુ કહેવાય છે. વહીવટીતંત્રે લોકોને તે વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે.

us

શિકાગોના સ્થાનિક મીડિયા મુજબ હાઇલેન્ડ પાર્કમાં ફ્રીડમ ડે પર પરેડ થઈ રહી હતી. પરેડ શરૂ થયાની દસ મિનિટ પછી અજાણ્યા હુમલાખોરો સ્થળ પર પહોંચ્યા અને ફાયરિંગ શરૂ કર્યુ. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો કે જોરથી ધડાકાનો અવાજ સંભળાયો. જેને સાંભળીને ઘણા લોકો ભાગી ગયા. ન્યૂઝ એજન્સી રૉઈટર્સ અનુસાર અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 24 જેટલા લોકો ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. વળી, હુમલાખોરો ઘટના બાદ ભાગી ગયા હતા, જેમના માટે પોલીસની ટીમો કામે લાગી છે.

ઘટના બાદ ઈલિનોઈસ પોલીસે ટ્વીટ કર્યુ કે હાઈલેન્ડ પાર્ક વિસ્તારમાં ગોળીબાર થયો હતો. પોલીસ ટીમ ત્યાં પહોંચી ગઈ છે. લોકોને તે વિસ્તાર તરફ ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ ઘાયલોની સંખ્યાને જોતા હૉસ્પિટલોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.

બિલ્ડિંગ પરથી થયો ગોળીબાર?

આ સાથે જ હુમલાને લઈને અલગ-અલગ પ્રકારની વાતો સામે આવી રહી છે. પોલીસને શંકા છે કે હુમલાખોરો બ્લેક એસયુવીમાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે તેઓએ એક બિલ્ડિંગમાંથી ગોળીબાર કર્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ સુધી હુમલા અંગે વધુ માહિતી ઉપલબ્ધ નથી. તેમનો પ્રથમ ઉદ્દેશ્ય ઘાયલોને હૉસ્પિટલ સુધી પહોંચાડવાનો અને હુમલાખોરોને પકડવાનો છે. જેના કારણે સમગ્ર વિસ્તારને કૉર્ડન કરી દેવામાં આવ્યો છે.

English summary
US: Multiple Injured in Highland Park shooting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X