મહિલાંઓ સામેના ગુન્હા રોકવા ભારતને મદદ કરવા US તૈયાર

વિદેશ મંત્રાલયની પ્રવક્તા વિક્ટોરિયા ન્યૂલેન્ડે ગત કાલે કહ્યું કે, ભારત હોય કે પછી અન્ય કોઇ સ્થળ અમારું લક્ષ્ય મહિલાંઓ વિરુદ્ધ થઇ રહેલી હિંસાના વિરોધમાં લડી રહેલી સરકારી અને ખાનગી સંસ્થાઓને મજબૂત બનાવવામાં મદદ કરવાનો છે. ન્યૂલેન્ડે કહ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી બીમાર રહેલી વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને દિલ્હી સામુહિક બળાત્કર મામલે સંપૂર્ણ જાણકારી છે.
તેમણે કહ્યું કે, એક સરકાર તરીકે અમે વિશ્વમાં મહિલાંઓ વિરુદ્ધ થઇ રહેલી હિંસાન વિરોધમાં કામ કર્યું છે. અમારી ઘણી યોજનાઓ છે. જેમાં ભારતમાં ચાલી રહેલી સાર્વજનિક શિક્ષા, ખાનગી સંગઠનો, જે હિંસાનો શિકાર બનેલી મહિલાંઓ તથા ઘરેલુ હિંસાનો શિકાર બનેલી મહિલાંઓને મદદ કરે છે, તેમને મદદ વગરે સામેલ છે. ન્યૂલેન્ડે કહ્યું કે , અમે તેને અમારી વિદેશ નીતિનો હિસ્સો બનાવી રાખીશું. દુર્ભાગ્યપૂર્ણ આ સમસ્યા વિશ્વના તમામ દેશોમાં છે, અમારા દેશમાં પણ છે.












Click it and Unblock the Notifications
