For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇસ્લામિક સ્ટેટ સામે કમર કસી રહ્યા છીએંઃ ઓબામા

By Kalpesh
|
Google Oneindia Gujarati News

સીરિયા અને ઇરાકમાં કાર્યરત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સામે પગલા લેવા ઓબામાએ આદેશ આપ્યા છે. સાથે જ ઓબામાએ જણાવ્યું હતું કે આઇએસ પર અમેરિકી સૈન્ય દ્વારા જોરદાર હુમલો કરવામાં આવી રહ્યો છે.

Barack Obama

અમેરિકી સેનાના હેડક્વાર્ટર પૈંટાગનમાં મીડિયા સાથે વાતચિત કરતી વેળાએ ઓબામાએ જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ ઇસ્લામિક સ્ટેટના અનેક નેતાઓનો ખાતમો કરી દીધો છે અને સાથે જ ઇસ્લામિક સ્ટેટના તેલ વ્યાપારને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે.


સીરિયા અને ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટને પાછળ ધકેલી દીધું હોવાનું ઓબામાએ જણાવ્યું હતું. સેનાની મદદ પર ચર્ચા માટે અમેરિકી રક્ષામંત્રી એશ કાર્ટર મધ્ય-પૂર્વનો પ્રવાસ ખેડશે અને ઉપરાંત ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ ગઠબંધન બનાવવા માટે વિદેશ મંત્રી જોન કેરી પણ વાતચિત શરૂ કરશે.


ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ઇસ્લામિક સ્ટેટ પર 25 જેટલા મિસાઇલ બોમ્બ ફોડ્યા છે. તાજેતરમાં આવેલા એક અહેવાલ મુજબ અમેરિકાએ ઇસ્લામિક સ્ટેટ પર કરી રહેલા આક્રમણને કારણે તેના બોમ્બના જથ્થામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.

English summary
US President Barack Obama says attack against ISIS getting faster in Syria. President Obama has given this message from the head quarter of Pentagon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X