For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રિમ કોર્ટના જજ માટે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો અમૂલ થાપરનો ઈન્ટરવ્યૂ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકી જજ અમૂલ થાપર સાથે ત્રણ બીજા જજોના ઈન્ટરવ્યૂ લીધા છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકી જજ અમૂલ થાપર સાથે ત્રણ બીજા જજોના ઈન્ટરવ્યૂ લીધા છે. અમેરિકી મીડિયામાં આવેલા રિપોર્ટ્સ અનુસાર જેમના ઈન્ટરવ્યૂ ટ્રમ્પે લીધા છે તેમાંથી જ કોઈ એક સુપ્રિમ કોર્ટના જજ જસ્ટીસ એન્થોની કેનેડીના પદના નામાંકનના ઉત્તરાધિકારી હશે. જો થાપર ટ્રમ્પ નોમિનેટ કરે અને તેમના નામને સેનેટ તરફથી મંજૂરી મળી જાય તો તે પહેલા એવા ભારતીય-અમેરિકી હશે જેમને નવ સભ્યોવાળી સુપ્રિમ કોર્ટમાં જગ્યા મળશે.

amul thapar

અસાધારણ વ્યક્તિ જ બનશે જજ

અત્યાર સુધી ના તો વ્હાઈટ હાઉસ અને ના તો ટ્રમ્પ તરફથી એ નામોની પુષ્ટિ થઈ છે જેમના ઈન્ટરવ્યૂ રાષ્ટ્રપતિએ લીધા છે. પરંતુ ટ્રમ્પ પ્રશાસન સાથે જોડાયેલા સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અમૂલ થાપર, બ્રેટ કાવેનોધ, એમી કોને બેરેટનો ઈન્ટરવ્યૂ ટ્રમ્પે લીધો છે. ન્યૂઝ એજન્સી એએફપી તરફથી જાણકારી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે ટ્રમ્પ બે અથવા ત્રણ બીજા ઉમેદવારોને મળશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની માનીએ તો થોડા દિવસની અંદર આ નિર્ણય લેશે અને સોમવાર સુધી આ વાતનું એલાન કરશે કે સુપ્રિમ કોર્ટના જજ કોણ હશે. ટ્રમ્પની માનીએ તો જે વ્યક્તિની પસંદગી થશે તે અસાધારણ હશે.

45 મિનિટ સુધી ટ્રમ્પે લીધો ઈન્ટરવ્યૂ

વ્હાઈટ હાઉલની પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સ તરફથી જણાવવામાં આવ્યુ કે ટ્રમ્પ એક એવા વ્યક્તિ શોધી રહ્યા છે કે જે અમેરિકાના સંવિધાનની રક્ષા કરી શકે. તેમણે જણાવ્યુ કે ટ્રમ્પ દરેક ઉમેદવાર સાથે 45 મિનિટ સુધી મુલાકાત કરી. થાપર એક અપ્રવાસી ભારતીય-અમેરિકી પરિવારમાંથી આવે છે. તે એવા 25 જજોની યાદીનો હિસ્સો છે જેમને ટ્રમ્પે શોર્ટલિસ્ટ કર્યા છે. થાપર, અમેરિકાના પહેલા એવા જજ પણ છે જે સાઉથ એશિયાના છે. થાપરને સેનેટર મિચ મિક્કોનેલનું સમર્થન મળેલુ છે જે સેનેટમાં બહુમતવાળા નેતા છે. થાપરને અમેરિકી મીડિયાનો પણ સપોર્ટ છે. ફોક્સ ન્યૂઝે પણ પોતાની સોમવારે પ્રકાશિત એક રિપોર્ટમાં કહ્યુ હતુ કે થાપર એ ચાર મિલિયન ભારતીય સમુદાયની સફળતાનું પ્રતીક છે જે દેશમાં સર્વોચ્ચ આવક કમાય છે.

English summary
US President Donald Trump has interviewed Indian-Origin judge Amul Thapar for Supreme Court judge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X