ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યુ રાજીનામુ, દુનિયાભરમાં ઉજવણીનો માહોલ, જાણો આખા સમાચાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાજીનામાના સમાચાર સાથે બજારમાં આવેલા વર્તમાનપત્ર વૉશિંગ્ટન પોસ્ટે દેશમાં હોબાળો મચાવી દીધો.
બુધવારે સવારે વ્હાઈટ હાઉસ બહાર ઉજવણીનો માહોલ એવો હતો કે માનો લાગી રહ્યુ છે કે એપ્રિલ ફૂલ જાન્યુઆરીમાં જ આવી ગયુ હોય. સવારની ઠંડક વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાજીનામાના સમાચાર સાથે બજારમાં આવેલા વર્તમાનપત્ર વૉશિંગ્ટન પોસ્ટે દેશમાં હોબાળો મચાવી દીધો. પહેલા પાના પર છપાયેલા સમાચારના હેડિંગ હતા 'અનપ્રેસિડન્ટ'. એમાં લખ્યુ હતુ કે ટ્રમ્પ સંકટ વચ્ચે વ્હાઈટ હાઉસ છોડીને ચાલ્યા ગયા છે. આ પેજ પર આવેલા એક રિપોર્ટમાં લખ્યુ હતુ કે ટ્રમ્પના રાજીનામા બાદ આખા દેશમાં ઉજવણીનો માહોલ છે અને લોકો ખુશીઓ મનાવી રહ્યા છે.

વૉશિંગ્ટન પોસ્ટને જોઈને લોકો થયા હેરાન
જેવા આ સમાચાર લોકોના હાથમાં આવ્યા કે બધા એકીટસે જોતા રહ્યા. આ વર્તમાનપત્રમાં ડાબી બાજુ એક સિંગલ કોલમ રિપોર્ટ હતો જેના પર હેડિંગ લખ્યુ હતુ, ‘ટ્રમ્પનો સમય ખતમ અને દરેક જગ્યાએ ઉજવણી.' આ વર્તમાનપત્ર પર તારીખ હતી એક મે 2019 અને આ વૉશિંગ્ટન પોસ્ટની એક નકલી એડીશન હતા. વ્હાઈટ હાઉસની આસપાસ આ વર્તમાનપત્રને ફ્રીમાં વહેંચવામાં આવી રહ્યુ હતુ. વૉશિંગ્ટન પોસ્ટ તરફથી થોડી વાર બાદ એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ હતુ. આ નિવેદનમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ કે આ વર્તમાનપત્રનું નકલી સંસ્કરણ છે અને તેને વર્તમાનપત્ર સાથે કોઈ લેવાદેવા નથી.
|
વર્તમાનપત્રએ જણાવ્યુ ફેક ન્યૂઝ
વૉશિંગ્ટન પોસ્ટ તરફથી એક ટ્વીટ આ મુદ્દે કરવામાં આવી. આ ટ્વીટમાં લખ્યુ હતુ, ‘વૉશિંગ્ટન પોસ્ટની નકલી કોપીઓ વહેંચવામાં આવી રહી છે અને અમે એ વાતથી વાકેફ છે કે એક વેબસાઈટ તરફથી આ પ્રકારનો મજાક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ અમારી પ્રોડક્ટ નથી અને અમે આ મુદ્દાની તપાસ કરી રહ્યા છે.' ન્યૂઝ એજન્સી પીટીઆઈ તરફથી કહેવામાં આવ્યુ છે કે એક મિડલ એજ મહિલા વ્હાઈટ હાઉસની બહાર હતી. તે લોકોને કહી રહી હતી તે વૉશિંગ્ટન પોસ્ટની સ્પેશિયલ એડીશન છે અને એકદમ ફ્રી છે. બીજે ક્યાંય આ એડીશન નહિ મળે.
|
વ્હાઈટ હાઉસની બહાર ફ્રીમાં મળ્યુ વર્તમાનપત્ર
પીટીઆઈ તરફથી જણાવવામાં આવ્યુ છે કે મહિલાએ વર્તમાનપત્રનું એક બંડલ નીલા રંગના પ્લાસ્ટિક બેગમાં રાખ્યુ હતુ. સવારે જે લોકો ઓફિસ જઈ રહ્યા હતા અને વ્હાઈટ હાઉસ પાસેથી પસાર થઈ રહ્યા હતા તેમને આ વર્તમાનપત્ર આપવામાં આવી રહ્યુ હતુ. વર્તમાનપત્ર વહેંચતી આ મહિલાનો વીડિયો યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મહિલાને કહેતા સાંભળી શકાય છે કે, ‘ગુડ મોર્નિંગ, શું તમને આ પેપર મળ્યુ? આ સ્પેશિયલ એડીશન છે.' આ વર્તમાનપત્રમાં જે સમાચાર લખ્યા હતા તેને લિસા ચુંગે લખ્યુ હતુ.
|
ડોનાલ્ડ ટ્રમ્પ ‘અનપ્રેસિડેન્ટ'
તેમાં કહેવામાં આવ્યુ હતુ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 30 એપ્રિલ 2019ના રોજ વ્હાઈટ હાઉસ ખાલી કરી દીધુ છે. વર્તમાનપત્રમાં લખ્યુ હતુ, ‘ ટ્રમ્પે કોઈ પ્રકારનું કોઈ ઔપચારિક નિવેદન જાહેર કર્યુ નથી. જો કે વ્હાઈટ હાઉસ તરફથી નામ ન જણાવવાની શરતે ચાર લોકોઅ દાવો કર્યો છે કે તેમને રાષ્ટ્રપતિની ઓવલ ઓફિસની ડેસ્કમાંથી એક નેપકિન મળ્યો છે. 30 એપ્રિલના રોજ મળેલા આ નેપકિન પર લાલ રંગથી એક સંદેશ લખ્યો છેઃ હિલેરી અને હફિયૉરનો દોષ છે અને સાથે ફેક ન્યૂઝ મીડિયા આના માટે દોષી છે.' ત્યારબાદ વૉશિંગ્ટન પોસ્ટે ‘અનપ્રેસિડેન્ટ' આ હેડલાઈન નીચે લખ્યુ હતુ ફેક ન્યૂઝપેપરની સ્ટોરીમાં ટ્રમ્પના રાજીનામાની વાત કહેવામાં આવી છે. વધુ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ટ્રમ્પના રાજીનામા બાદ દુનિયાભરમાં ઉજવણીનો માહોલ.
માઈક પેંસે લીધા શપથ
આ નકલી વર્તમાનપત્રના રિપોર્ટમાં આગળ લખ્યુ હતુ, ‘ઉપ-રાષ્ટ્રપતિ માઈક પેંસે પોતાના દાદી તરફથી આપવામાં આવેલ બાઈબલ પર હાથ મૂકીને ઉતાવળમાં શપથ લીધા છે.' આ વર્તમાનપત્રમાં એક ‘બાય-બાય' સપ્લીમેન્ટને પણ જોડવામાં આવ્યુ છે. ન્યૂઝવીક સાથે કામ કરી રહેલ જર્નાલિસ્ટ રામસે ટાઉચબેરીએ પોતાના એક ટ્વીટમાં દાવો કર્યો છે કે તેમણે એક ફેક ન્યૂઝ પેપર માટે જવાબદાર એક એક્ટિવિસ્ટ સાથે વાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે લિસા ફિથિયાને તેમને જાણકારી આપી છે કે આ ઘણા એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલો સહિયારો પ્રયાસ હતો.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
