ટ્રંપની દબંગાઇ પત્રકારો સાથે પહેલી વાતચીતમાં જ દેખાઇ ગઇ!

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રંપે પહેલી વાર બુધવારે પત્રકારો સાથે રાષ્ટ્રપતિ તરીકે મુલાકાત કરી. આ દરમિયાન જ તેમનો દબંગ અંદાજ જોવા મળ્યો. જ્યાં તેમણે ચીન, રશિયાની તો ઝાટકણી કરી જ પત્રકારોને પણ કહ્યું તમે ખોટા છો! ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે તેમની આ પ્રેસ વાર્તામાં શું કહ્યું વિગતવાર વાંચો અહીં...

donald trump

રશિયા અંગે

સવાલ જવાબમાં ટ્રંપે કહ્યું કે જો રશિયા મને પસંદ કરે છે તો તે સારી વાત છે. વધુમાં ટ્રંપે કહ્યું કે IS સાથે લડવા માટે અમેરિકા રશિયાની મદદ કરી શકે છે. તેમણે એ પણ સ્પષ્ટતા આપી કે તેમની રશિયા સાથે કોઇ ડિલ નથી થઇ. તેમણે કહ્યું કે તે જ્યારે દેશનું નેતૃત્વ કરશે ત્યારે રશિયા અમેરિકાનું વધુ સન્માન કરશે.

ચીન પર આરોપ

ચીન પર મોટો આરોપ લગાવતા ટ્રંપે કહ્યું કે અમેરિકાના 22 મિલિયન એકાઉન્ટ ચીને હેક કર્યા છે. અમેરિકાને કોઇ પણ હેક કરી શકે છે જેમાં રશિયા અને ચીન પણ સામેલ છે. વધુમાં તેમણે કહ્યું કે ચીન અમેરિકાનો આર્થિક રીતે ફાયદો ઉઠાવી રહ્યું છે. તેમણે એ પણ કહ્યું કે દક્ષિણ ચીન સાગરમાં ચીને વિશાળ કિલ્લાઓ બનાવ્યા છે.

ટ્રંપનો દબંગ અંદાજ

વધુમાં ટ્રંપે કહ્યું કે અઠવાડિયાના અંતમાં મને દુબઇથી 2 મિલિયન ડોલરની ડિલ કરવાનો મોકો મળ્યો હતો પણ મેં તેને જતો કર્યો. ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની કેયર યોજનાને પણ ટ્રંપે બંધ કરી દીધી છે. વધુમાં પત્રકારો સામે લાલ આંખ કરતા ટ્રંપે તમારામાંથી અનેક લોકોએ મારા વિષે ખોટા સમાચારો બનાવ્યા છે. અને તે માટે હું તમારો આભારી છું.

English summary
US President-elect Donald Trump addresses the first press meet.
Please Wait while comments are loading...