G20 Summit: ભારત માટે રવાના થયા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, આજે સાંજે 7 વાગ્યા સુધી પહોંચશે દિલ્લી
US President Joe Biden: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ભારતની અધ્યક્ષતામાં યોજાનારી 18મી G20 સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાના એન્ડ્રુ એર બેઝથી રવાના થયા છે. બાઈડન ગુરુવારે (સ્થાનિક સમય) ભારત માટે ઉડાન ભરી હતી.
ભારતીય મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ શુક્રવારે સાંજે લગભગ 7 વાગે દિલ્હી પહોંચશે, જ્યાં કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહ તેમનું સ્વાગત કરશે.

જો બાઈડન 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 'ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર' ખાતે યોજાનારી 18મી G20 સમિટમાં હાજરી આપશે. શુક્રવારથી શરૂ થતા ત્રણ દિવસમાં બાઈડનનુ બિઝી શિડ્યુલ છે.
જો બાઈડનની ભારત મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે તેઓ માત્ર પીએમ મોદી સાથે જ નહીં પરંતુ G-20 સમિટમાં પણ મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. હકીકતમાં, અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. અગાઉ, ભારતની મુલાકાત લેનારા છેલ્લા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હતા, જેમણે ફેબ્રુઆરી 2020માં મુલાકાત લીધી હતી.
અમેરિકાથી રવાના થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ શુક્રવારે થોડા સમય માટે જર્મનીના રામસ્ટીનમાં રોકાશે અને તે જ દિવસે નવી દિલ્હી આવશે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેવાના છે.
તેઓ શુક્રવારે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં બંને નેતાઓ ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરશે. બીજા દિવસે, શનિવારે, બાઈન G20 લીડર્સ સમિટ સત્ર 1: "વન અર્થ"માં ભાગ લેશે.
ત્યારબાદ તેઓ G20 લીડર્સ સમિટ સેશન 2: G20 "વન ફેમિલી" માં હાજરી આપવાના છે. બાઈડન ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ માટે પાર્ટનરશિપમાં પણ ભાગ લેશે. તેમનો દિવસ G20 નેતાઓ સાથે ડિનર અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સમાપ્ત થશે.
રવિવારે અમેરિકી રાષ્ટ્રપતિ અન્ય G20 નેતાઓ સાથે રાજઘાટ સ્મારકની મુલાકાત લેશે. આ પછી બાઈડન નવી દિલ્હીથી વિયેતનામના હનોઈ જશે. વ્હાઇટ હાઉસમાંથી બહાર પાડવામાં આવેલા જર્મની, ભારત અને વિયેતનામના તેમના ત્રણ દિવસના શિડ્યુલ મુજબ, તેઓ મોટાભાગે ભારતમાં રહેશે.
#WATCH | Washington DC: US President Joe Biden departs for India to attend the G20 Summit, scheduled to be held in Delhi from September 9 to 10.
— ANI (@ANI) September 7, 2023
(Source: Reuters) pic.twitter.com/MHCyU6ZDKI












Click it and Unblock the Notifications
