For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો બાઈડેને વૈશ્વિક જળવાયુ ચર્ચા માટે પીએમ મોદી અને શી જિનપિંગને આપ્યુ આમંત્રણ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને વિશ્વના ચાલીસ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આવતા મહિને ખૂબ જ મહત્વપૂર્ણ મીટિંગ માટે આમંત્રિત કર્યા છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને વિશ્વના ચાલીસ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આવતા મહિને ખૂબ જ મહત્વપૂર્ણ મીટિંગ માટે આમંત્રિત કર્યા છે જેમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શામેલ છે. પ્રધાનમંત્રી મોદી ઉપરાંત સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ વર્ચ્યુઅલ મીટિંગ ક્લાઈમેટ ચેન્જ પર હશે જેમાં વિશ્વના તમામ મોટા લીડર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે.

joe biden

ક્લાઈમેટ ચેન્જ માટે મીટિંગ

વ્હાઈટ હાઉસના અધિકારીઓના જણાવ્યા મુજબ આ સમારંભનો હેતુ ગ્લોબલ વૉર્મિંગ માટે કડક પગલાં લેવાનો છે જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ વિશ્વના તમામ દેશો પાસેથી મદદ માંગશે. રિપોર્ટ મુજબ જીવાશ્મ ઈંધણથી જળવાયુ પ્રદૂષણ રોકવા માટે મોટાપાયે કાર્યક્રમ બનાવવાની કોશિશ થશે. વ્હાઈટ હાઉસના રિપોર્ટ મુજબ 22 અને 23 એપ્રિલે થનાર કાર્યક્રમ માટે વિશ્વના 40 દેશોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે આ મીટિંગ આ વર્ષે ગ્લાસગોમાં નવેમ્બરમાં થનાર જળવાયુ પરિવર્તન સંમેલન એટલે કે સીઓપી-26 માટે એક મીલનો પત્થર સાબિત થવાની છે. આ મીટિંગ માટે રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રશાસન તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને ભૂટાનના પ્રધાનમંત્રી લોટે તશેરિંગને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

ટ્રમ્પ પ્રશાસન હતુ ઉદાસીન

રાષ્ટ્રપતિ જો બાઈડેન ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વૉર્મિંગ માટે ઘણુ સીરિયસ છે જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ વૉર્મિંગને ધરમૂળથી ફગાવી દીધુ હતુ. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ તો એક કાર્યક્રમમાં ત્યાં સુધી કહી દીધુ હતુ કે ગ્લોબલ વૉર્મિંગ કંઈ નથી હોતુ અને આ વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલો એક ઢોંગ છે. જો કે બાઈડેન પ્રશાસનના આવવા સાથે જ આશા કરવામાં આવી રહી હતી કે અમેરિકા ફરીથી ગ્લોબન વૉર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ માટે કડક થશે. ખાસ કરીને ભારત અને ચીનને કાર્યક્રમમાં બોલાવવાનો હેતુ એ જ છે કે રાષ્ટ્રપતિ જો બાઈડેન આ બંને દેશો પાસેથી ક્લાઈમેટ ચેન્જ રોકવા માટે પ્રદૂષણ ઘટાડવાનુ દબાણ કરશે કારણકે ભારત અને ચીનમાં ઘણા ઝડપથી વિકાસ કાર્યો થઈ રહ્યા છે જેનાથી ઘણુ પ્રદૂષણ ફેલાય છે.

પશ્ચિમ બંગાળઃ પોલિંગ બૂથ પર ફાયરિંગ, 2 સુરક્ષાકર્મી ઘાયલપશ્ચિમ બંગાળઃ પોલિંગ બૂથ પર ફાયરિંગ, 2 સુરક્ષાકર્મી ઘાયલ

English summary
US President Joe Biden has invited PM Modi and Xi Jinping with 40 leaders for a meeting on climate change.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X