અમેરિકામાં વધતી દેવાનો બોજો, જો બાઇડને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો રદ્દ
અમેરિકામાં જેવી રીતે લગાતાર આર્થિક સંકટ અને રાજકીય સંકટ વધતુ જઇ રહ્યુ છે. તેના લીધે દેશના હાલાત સારા નજર નથી આવી રહ્યા. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યુ કે, આ જી 7 સમિટમાં ભાગ લીધા બાદ વૉશિગ્ટન ડીસી પરત આવી જશે. તે ઓસ્ટ્રેલિયામાં ક્વાડ નેતાઓની સમીટમાં ભાગ નહી લે.

બાઇડને આ સાથે પપુઆ ન્યૂ ગિની ની યાત્રાને પણ રદ્દ કરી દિધી છે. જો બાઇડન પેપુઆ ન્યૂ ગિનીનો પ્રવાસ કરશે તો પહેલા અમેરિકા રાષ્ટ્રપતિ બની જાત જે કોઇ પેસિફિક આઇલેન્ડ દેશનો પ્રવસ કરેત. જણાવી દઇએ કે જી7 સમિટ જાપાનમાં યોજાશે.
વ્હાઇટ હાઉસમાં બોલતા બાઇડેને પહેલા પોતાના જાપાન પ્રવાસ જાણકારી આપી હતી. તેમણે કહ્યુ કે, મને વિશ્વાસ છે.કે અમે કોઇ પણ પ્રકારના સંકટ ટાળવા જઇ રહ્યા છીએ વૈશ્વીક સ્તર પર અમેરિકાની જવાબદારી પુરી કરીશુ.
હુ મારી આ યાત્રાને થોડી નાની કરી રહ્યો છુ. હુ ઓસ્ટ્રેલિયાના પ્રવાસને સ્થગિત કરી રહ્યો છુ. સાથે પેપુઆ ન્યૂ ગિનીને પણ રદ્દ કરી રહ્યો છુ.. જેથી કોગ્રેસના નેતાઓ સાથે વાત ચીત થઇ શકે.
અમેરિકા ડેમોક્રેટિક અને રિપબ્લીકન હાઉસ વચ્ચે વધતા દેવાને લઇન લગાતાર ચર્ચા ચાલી રહી છે. અમેરિકી કોગ્રેસે સિલગની માગ ઉઠાવી છે. 1 જુનના રોજ અમેરિકા પર પહેલીવાર પોતાના દેવુ નહી ચુકવાનો ખતરો છે.












Click it and Unblock the Notifications
